________________
શંકા-સમાધાન
૧૭૧
દિવસે કરવામાં આજ્ઞાભંગ રૂપ દોષ લાગે. તથા અનવસ્થા આ પ્રમાણે થાય- જો અંતરાયવાળી બહેનો ભા.સુ.૮ ના સંવત્સરી પ્રતિક્રમણ કરે તો તે જોઈને કોઈ પુરુષ કે સ્ત્રીથી ગાઢ બીમારીના કારણે સંવત્સરી પ્રતિક્રમણ ભા.સુ.૪ ના ન કરી શકાયું હોય તો તે પણ ભા.સુ.૮ ના સંવત્સરી પ્રતિક્રમણ કરે તથા કોઈ શ્રાવક નિયમિત પ્રતિક્રમણ કરતો હોય અને તેનાથી ગાઢ બીમારીના કારણે ચૌદશના દિવસે પખી કે ચોમાસી પ્રતિક્રમણ ન થઈ શક્યું હોય તો તે અમાસના કે પૂનમના દિવસે પફખી કે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરે એવું બને. આવી અનવસ્થા થવાનો સંભવ હોવાથી અંતરાયવાળી બહેનો ભા.સુ.૪ ના રોજ ભાવથી સંવત્સરી પ્રતિક્રમણ કરે એ જ હિતાવહ જણાય છે. સંવત્સરી પ્રતિક્રમણના મુખ્ય બે ઉદ્દેશ છે- બાર માસના પાપોનો નાશ અને સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના. અંતરાયવાળી બહેનોએ ભા.સુ.૪ ના એકાંતમાં બેસીને એકાગ્ર ચિત્તે નીચે મુજબની પ્રાર્થના કરવી જોઈએ- (૧) મેં ગત બાર માસ દરમિયાન મન-વચન-કાયાથી જે કોઈ પાપો કર્યા હોય, કરાવ્યા હોય, અનુમોદ્યા હોય એ બધા પાપો મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. (૨) મેં ગત બાર માસ દરમિયાન કોઈ જીવ પ્રત્યે મન-વચન-કાયાથી અપરાધ કર્યો હોય તેની ક્ષમા યાચું છું. મને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈરભાવ નથી. જો આટલું પણ હાર્દિક પશ્ચાત્તાપ પૂર્વક કરવામાં આવે તો તેનાથી પણ ઘણો લાભ થાય.
શંકા- ૩૬૯. સંવત્સરી (ભા.સુ. ૪)નું પ્રતિક્રમણ તિથિભેદના કારણે બે દિવસ અલગ થાય ત્યારે એક જ શ્રાવક બંને દિવસ સંવત્સરી પ્રતિક્રમણ કરે તે યોગ્ય છે ?
સમાધાન– યોગ્ય નથી. જે દિવસે સાચી સંવત્સરી હોય તે જ એક દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવું જોઇએ.
શંકા- ૩૭૦. દરેક મહિનાની સુદ પાંચમના દિવસે પ્રતિક્રમણમાં પાંચમની સંસ્કૃત થાય બોલવી જ પડે ? કે કોઈપણ ચાલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org