________________
૧૬૬
શંકા-સમાધાન અવગ્રહમાંહિ રહિઓ નતઅંગ આલોએ દેવસી જે ભંગ | સવ્યસ્તવિ દેવસિઅ ઇચ્ચાઈ ઉચ્ચરતો ગુરુસાખે ખમાઈ એમ સ્પષ્ટ અવગ્રહમાં રહીને બોલવાનું લખ્યું છે. શંકા- ૩પ૬. આયરીય ઉવજઝાએ સૂત્ર અવગ્રહની બહાર નીકળીને બોલવામાં શો હેતુ છે ?
સમાધાન– “અભુકિઓ” સૂત્ર સુધી ચાર આવશ્યક થઈ ગયા છે. હવે પાંચમું કાયોત્સર્ગ આવશ્યક કરવાનું છે. કાયોત્સર્ગ તો ગુરુના અવગ્રહની બહાર જ કરવાનું છે તથા કાયોત્સર્ગ કરતા પહેલાં આચાર્યાદિ પ્રત્યે થયેલા કષાયોની ક્ષમાપના કરવા માટે “આયરિય ઉવજઝાએ” સૂત્ર બોલવામાં આવે છે. આથી આયરિય ઉવજઝાએ સૂત્ર અવગ્રહમાંથી બહાર નીકળીને બોલવાનું છે. આ વિષે પ્રબોધ ટીકા ભાગ ત્રીજો પૃષ્ઠ ૮૧૧માં “પછી અવગ્રહમાંથી પાછા હઠીને આયરિયાઇ-ખામણા સુર” બોલવામાં આવે છે. એમ લખ્યું છે. જો કે તે જ પુસ્તકમાં પૃષ્ઠ ૭૮૭માં નીચે પ્રમાણે લખ્યું છે. “પછી અવગ્રહ બહાર નીકળીને દ્વાદશાવર્ત વંદન કરવું અને બીજી વારનો પાઠ પૂરો થાય ત્યારે ત્યાં જ ઉભા રહીને આયરિયાઈ-ખામણા-સુત્ત બોલવું અને અવગ્રહની બહાર નીકળવું”.
પણ આ બરોબર જણાતું નથી. કારણ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિત “પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય” ગ્રંથમાં ચોથી ઢાળમાં નીચે પ્રમાણે સ્પષ્ટ પાઠ છે,
ભૂમિ પંજી અવગ્રહવહીજી, પાછે પગે નિસરેઈ આયરિય ઉવજઝાએ ભલેભણેજી, અભિનય સુજસ કહેઈ
શંકા- ૩૫૭. સામુદાયિક પ્રતિક્રમણમાં લગભગ બધા સ્થળે આયરિય ઉવજઝાએ સૂત્ર બોલતા પહેલા બે હાથ જોડો' એવી સૂચના અપાતી હોય છે, તે શું બરોબર છે ?
સમાધાન– અહીં હાથ જોડો એમ બોલવાના બદલે મસ્તકે અંજલિ કરો એમ બોલવું જોઈએ. હાથ જોડો એમ બોલવાનો અર્થ એ થયો કે, આયરિય ઉવજઝાયે સૂત્ર હાથ જોડીને બોલવાનું હોય, તો શું બીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org