________________
શંકા-સમાધાન
૧૬૫
લીધે વિધિ પણ જુદો જુદો જોવામાં આવે છે પણ તેથી વ્યામોહ ન કરવો (મુંઝાવું નહિ). કારણ કે જુદા જુદા વિધિ-અનુષ્ઠાન કરનારા પણ સર્વ જીવોનું સાધ્ય શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ રૂપ ફળને મેળવવાનું છે. પ્રાચીન કાળની શ્રી ગણધર ભગવંત આદિની સામાચારીઓમાં પણ ઘણા ભેદો છે. માટે જે જે અનુષ્ઠાન ધર્મ વગેરેથી વિરુદ્ધ ન હોય અને અરિહંતની ભક્તિનું પોષક હોય, તે તે કોઈને પણ અસંગત ગણાય નહિ. એ પ્રમાણે સર્વ ધર્મ કાર્યોમાં પણ જાણવું.'
શંકા- ૩૫૪. પતિ-પત્ની અથવા અન્ય કોઈ પણ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઈ પણ એક પક્ષને પ્રતિક્રમણ કરતાં આવડતું ન હોય ત્યારે સ્ત્રી-પુરુષો સાથે બેસીને પ્રતિક્રમણ કરે તે યોગ્ય છે ? સમાધાન- યોગ્ય નથી.
શંકા- ૩૫૫. પ્રતિક્રમણમાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિએ આલોઉં એ આદેશ માગતી વખતે અવગ્રહમાંથી બહાર નીકળવું કે નહિ? હાલ કેટલાક સાધુ-શ્રાવકો વગેરે બહાર નીકળે છે, તો આમાં શું સત્ય છે ?
સમાધાન- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્દેવસિઅં આલોઉં? એ આદેશ માંગીને ગુરુની સમક્ષ આલોચના કરવાની છે. પછી “સબ્યસ્સ વિ” વગેરે બોલીને પ્રતિક્રમણ કરવાનું છે. ગુરુની સમક્ષ આલોચના અને પ્રતિક્રમણ ગુરુના અવગ્રહમાં રહીને કરવા જોઈએ. આથી બીજું વાંદણું આપ્યા પછી અવગ્રહમાં રહીને જ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિએ આલોઉં? એ આદેશથી પ્રારંભીને “તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નત્તસ્સ અભુઢિઓમિ” સુધી બધાં સૂત્રો અવગ્રહમાં રહીને જ બોલવાના છે. “તસ્ય ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અભુઢિઓમિ” બોલતા ઉભા થવું અને અવગ્રહની બહાર જઈને બાકીનું સૂત્ર બોલવું આ વિષે પ્રબોધટીકા પુસ્તક ભાગ ત્રીજો પૃષ્ઠ ૭૮૬માં જોઈ લેવું તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ રચિત “શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય” નામના ગ્રંથમાં ત્રીજી ઢાળમાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org