________________
શંકા-સમાધાન
૧૬૭
સૂત્રો હાથ જોડ્યા વિના બોલવાના હોય છે ? બધા જ સૂત્રો હાથ જોડીને જ બોલવાના હોય છે, પણ આયરિય ઉવઝાયે સૂત્ર અંજલિ કરીને બોલવાનું હોય છે. પરસ્પર જોડેલા બે હાથ લલાટે રાખવા તે અહીં અંજલી કહેવાય છે. આયરિય ઉવઝાયે સૂત્ર બોલીને આચાર્ય વગેરે સર્વ જીવોને ખમાવવાના હોવાથી એ સૂત્ર બોલતી વખતે અંજલિ કરવામાં આવે છે. અંજલિ અતિશય નમ્રતાનું સૂચન કરે છે.
શંકા- ૩૫૮. સાધુઓ સવારે માંડલીમાં ધીમા અવાજે પ્રતિક્રમણ કરી શકે ? અને જો કરી શકે, તો અદ્ભુઢિઓ એક વડીલને જ કરે કે સાંજના પ્રતિક્રમણની જેમ ત્રણને કરે ?
સમાધાન- સાધુઓ સવારે માંડલીમાં ધીમા અવાજે પ્રતિક્રમણ કરી શકે છે. આજે સાધુઓનું સવારનું પ્રતિક્રમણ માંડલીમાં નથી થતું, એમાં પ્રમાદ વગેરે અનેક કારણો છે. મૂળ વિધિ માંડલીમાં પ્રતિક્રમણ કરવાની છે. માંડલીમાં પ્રતિક્રમણ થાય ત્યારે અભુદ્ધિઓ સાંજના પ્રતિક્રમણની જેમ ત્રણને કરે.
શંકા- ૩૫૯. “સામાઇય વયજુરો” સૂત્ર બોલતી વખતે શ્રાવકોએ હથેળી ખુલ્લી રાખવી જોઇએ કે મુઠ્ઠી વાળવી જોઇએ ?
સમાધાન- હથેળી ખુલ્લી રાખવી જોઈએ. પચ્ચકખાણ પારવું અને પ્રતિક્રમણ ઠાવવું આ બે સિવાય ક્યાંય મુઠ્ઠી વાળવાની નથી.
શંકા- ૩૬૦. વંદિતુ (શ્રાવક પ્રતિક્રમણ) સૂત્રમાં કોઈ ગાથામાં કેવળ પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. જેમ કે તમે સિગં સળં કોઈ ગાથામાં કેવળ નિંદા કરવામાં આવી છે. જેમ કે તે નિંદ્દે કોઈ ગાથામાં નિંદા-ગહ કરવામાં આવી છે. જેમ કે તે ઉદ્દે તે ૨ રિમિ પણ આલોચના ક્યાંય કરવામાં આવી નથી. તો શું આલોચના કરવાની નથી ?
સમાધાન- ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઇઅં આલોઉં એ સૂત્રથી સામાન્યથી બધા અતિચારોની આલોચના કરી લીધી છે. હવે વંદિત્તા સૂત્રથી ગુરુ સમક્ષ વિસ્તારથી પ્રતિક્રમણ-નિંદા-ગ કરે છે. એથી તેમાં ક્યાંય આલોચનાનો ઉલ્લેખ નથી. અથવા આ સૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org