________________
૧૬૪
શંકા-સમાધાન
વિધાન છે. તેથી પાક્ષિક આદિ પ્રતિક્રમણના અંતે સંતિકરું ન બોલવાથી શું અવિવિધ ન થાય ?
સમાધાન– શ્રી સંતિકર સ્તોત્રનો આમ્નાય એ કોઇ વિધિગ્રંથ નથી. તેથી તેમાં પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે સંતિકર બોલવાનું વિધાન કર્યું છે એવું નથી. તેનો જે પાઠ છે તેનો અર્થ આ પ્રમાણે છે- “હરહંમેશ બંને વખત (સવાર-સાંજ)ના પ્રતિક્રમણની સમાપ્તિ વખતે અથવા પાક્ષિક પ્રતિક્રમણના અંતે કોઇ સાત વાર તો કોઇ ત્રણ વાર ગણે છે અને બાકીના સર્વ સાવધાન થઇને સાંભળે છે. તે સર્વને તે દિવસે તે રાત્રિએ અને તે પખવાડિયે કોઇ પણ પ્રકારના ઉપદ્રવો થતા નથી. આ પ્રમાણે ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિક્રમણના અંતે પણ સમજવું.''
આ પાઠથી સ્પષ્ટ જણાય છે કે આમાં ‘બોલવું જોઇએ' એમ વિધિરૂપ જણાવ્યું નથી, કિંતુ કોણ ક્યારે અને કેટલીવાર ગણે છે એમ જણાવ્યું છે. કોઇ બંને વખત પ્રતિક્રમણના અંતે બોલે છે, તો કોઇ પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે બોલે છે. તેમાં પણ કોઇ સાત વા૨ ગણે છે તો કોઇ ત્રણ વાર ગણે છે. આમ નિશ્ચિત રૂપે નથી. જો આ પાઠના આધારે પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે સંતિક ન બોલવાથી અવિવિધ થતી હોય, તો આ જ પાઠના આધારે દૈવસિકરાત્રિક પ્રતિક્રમણના અંતે સંતિકરું ન બોલવાથી અવિવિધ થાય. પણ તેવું નથી. આથી કોઇ સમુદાયની પરંપરામાં પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે સંતિકર બોલવાની પ્રથા હોય તો તેનો વિરોધ ન કરવો જોઇએ તથા કોઇ સમુદાયની પરંપરામાં સંતિકરું બોલવાની પ્રથા ન હોય તો તેમને બોલવાની ફરજ પણ ન પાડવી જોઇએ. દરેક સમુદાયમાં વિધિ-સમાચારીમાં થોડો થોડો ભેદ રહેવાનો. વિધિ-સમાચારીના ભેદના કારણે સંઘમાં સંઘર્ષ થાય તેવું કરનારાઓ તીર્થંકરની અને સંઘની આશાતના કરનારા બને છે અને બાળજીવોને અધર્મ પમાડનારા બને છે. વિધિ-સામાચારીના ભેદ અંગે ધર્મસંગ્રહમાં જણાવ્યું છે કે- ‘સ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં જુદી જુદી સામાચારીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org