________________
શંકા-સમાધાન
શંકા- ૩૪૬. દેવસિય પ્રતિક્રમણ ઠાવતાં પહેલાં ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું' એમ શ્રાવકોને બોલવાનું હોય છે. રાઇય પ્રતિક્રમણમાં તેમ બોલાતું નથી તેનું શું કારણ ?
સમાધાન– “ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું” એમ બોલવાનું પ્રતિક્રમણની મૂળવિધિમાં નથી. પાછળથી શરૂ થયું છે. તેથી દેવસીય પ્રતિક્રમણમાં આવું બોલવાની આચરણા છે અને રાઇય પ્રતિક્રમણમાં આવું બોલવાની આચરણા નથી. મોટા ભાગે દેવસિય પ્રતિક્રમણ શ્રાવકો ભેગા થઇને કરે છે, અને સવારે એકાકી પ્રતિક્રમણ કરે છે. આથી ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું” એવું બોલવાની પ્રથા સમૂહમાં કરાતા દેવસિય પ્રતિક્રમણમાં જ શરૂ થઇ હશે. આથી રાઇય પ્રતિક્રમણમાં તેમ બોલાતું નથી એમ સંભવે છે.
શંકા— ૩૪૭. ‘રાઇય પડિક્કમણે ઠાઉં' એ સ્થળે ઠાવવું-સ્થાપવું એટલે શું ?
સમાધાન– ઠાવવું-સ્થાપવું એટલે સ્થિર કરવું. આત્માને પ્રતિક્રમણમાં સ્થિર કરવો. જેમ સ્થાપના સ્થાપ્યા પછી કાર્યસમાપ્તિ સુધી ઉત્થાપન ન થાય. તેમ ઠાવ્યા બાદ છ આવશ્યક પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે ઉઠાય નહિ. તથા ‘સવ્વસ વિ’ સૂત્રથી લઘુ પ્રતિક્રમણ થાય છે.
શંકા- ૩૪૮. વાંદણા બે વાર કેમ બોલાય છે ?
સમાધાન– વાંદણા એટલે વંદન. ગુરુને બે વાર વંદન કરવાનું હોય છે માટે વાંદણા બે વાર બોલાય છે. જેમ રાજદૂત પ્રથમ રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે છે અને પછી રાજા જવાની રજા આપે ત્યારે ફરી નમસ્કાર કરીને જાય છે. તેમ ગુરુને પણ બે વાર વંદન કરાય છે. તેથી વાંદણા બે વાર બોલાય છે.
૧૬૨
શંકા- ૩૪૯. વંદિત્તુ સૂત્ર ન આવડે તો ૫૦ નવકાર ગણવાનું કહેવામાં આવે છે. આ ૫૦ નવકાર કરેમિ ભંતે વગેરે સૂત્રો બોલીને ગણે કે ગણ્યા વિના બોલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org