________________
શંકા-સમાધાન
૧૨૭
જૈનેતરોના ધર્મમાં અહિંસાધર્મનું પાલન થતું નથી. કેમકે તેઓ અહિંસાધર્મને યથાર્થ સમજેલા હોતા નથી. જૈનેતરોના ગુરુઓ વાહનમાં બેસે છે, વાહનમાં બેસવાથી કીડી-મકોડા વગેરે જીવોની હિંસા થયા વિના રહેતી નથી. વનસ્પતિ વગેરેમાં પણ જીવ છે. જૈનેતરના ગુરુઓ આવી વનસ્પતિનો ઉપયોગ કરતા હોવાથી અહિંસાધર્મનું પાલન ન થાય. જૈનોના ગુરુઓ ક્યારેય વાહનોનો ઉપયોગ કરતા નથી અને વનસ્પતિને પણ સ્પર્શતા નથી. આ સામાન્યથી ભેદ જણાવ્યો. આ સિવાય જૈનેતરોના ગુરુઓની ઘણી એવી પ્રવૃત્તિઓ છે, જેમાં ઘણી હિંસા થાય છે, કેટલાક જૈનેતરના ગુરુઓ પૈસા પણ રાખતા હોય છે. પૈસા એ પરિગ્રહ છે. પરિગ્રહ એ પાપનું કારણ છે. આમ જૈનોના ગુરુઓ અને જૈનેતરના ગુરુઓમાં જીવદયાની ષ્ટિએ આસમાન-જમીન જેટલું મોટું અંતર છે. સુદેવે બતાવેલો ધર્મ સુધર્મ છે. કેમકે, એ ધર્મ જીવને દુ:ખથી સર્વથા મુક્ત કરીને મુક્તિમાં પહોંચાડે છે. જૈનેતરોના દેવોએ બતાવેલો ધર્મ તેવો નથી માટે તે કુધર્મ છે.
શંકા- ૨૭૯. ધર્મ ફક્ત મોક્ષ માટે જ થાય તેમાં કોઇ જ શંકા નથી. પરંતુ જે જીવને મહાપાપોદયના કારણે ધર્મ રુચતો જ નથી, અને તેને સાંસારિક દુ:ખો આવી પડે છે, તેવા કપરા સંયોગોમાં દુ:ખના નાશપૂર્વક સુખની આશામાં ધર્મ કરે તો વાંધો ખરો ? તે જીવના ખરાબ કાળમાં જો આપણે તેને કહીએ કે, ધર્મ મોક્ષ માટે જ થાય, તો તે વાત તેને તે સમયમાં રુચવાની નથી અને તે ધર્મ કરતો અટકી જાય, તો તેની દુર્ગતિ નિશ્ચિત જ છે. એટલે કદાચ દુ:ખી અવસ્થામાં સુખી થવાના હેતુપૂર્વક ધર્મ કરે અને ભવિતવ્યતા સારી હોય અને સુખી થઇ જાય તેવે વખતે તેને સમજાવવામાં આવે અને તે વાત તેને રુચિ જાય, તો અવસરે તે શું સુંદર શાસનપ્રભાવના ન કરી શકે ?
સમાધાન– પંચાશક ગ્રંથમાં તપોવિધિ પંચાશકમાં જીવોના મુગ્ધ અને સદ્બુદ્ધિ એમ બે પ્રકાર જણાવ્યા છે. મુગ્ધ એટલે મોક્ષ માટે ધર્મ કરવો જોઇએ ઇત્યાદિ જ્ઞાનથી રહિત. સદ્બુદ્ધિ એટલે મોક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org