________________
૧૩૦
શંકા-સમાધાન
તે જ રીતે પ્રસ્તુતમાં પરમાત્માની આજ્ઞા મુજબ ધાર્મિક પ્રસંગ ઉજવવાના કારણે કોઇ ધર્મથી વિમુખ થાય અથવા ધર્મવિમુખ બનીને ઘણી વિરાધના કરે તો તેમાં ધાર્મિક પ્રસંગ ઉજવનારને કોઇ દોષ ન લાગે. હા, એટલી વાત છે કે ધર્મવિમુખ બનનાર વ્યક્તિ ધાર્મિક પ્રસંગ ઉજવનારને ગમે તેમ બોલે, હેરાન કરે તો ધાર્મિક પ્રસંગ ઉજવનારમાં એ સમભાવથી સહન ક૨વાની તાકાત હોવી જોઇએ. જો ધાર્મિક પ્રસંગ ઉજવનારને એ નિમિત્તે આર્તધ્યાન થાય અગર તો ધર્મવિમુખ બનનાર પ્રત્યે દ્વેષ ભાવ થાય તો નુકસાન થાય, તેના આત્માનું અહિત થાય.
શંકા- ૨૮૩. જૈનોએ યથાશક્તિ દ્રવ્યદયા પણ કરવી જોઇએ. આથી જૈનો હોસ્પિટલ બંધાવે તો તે ધર્મ ગણાય કે અધર્મ ?
સમાધાન– તાત્કાલિક દુઃખ દૂર કરવારૂપ અનુકંપા છે એના માટે કાયમી આરંભના સાધનો ખોલવા એવી અનુકંપાનું વિધાન જૈનશાસનમાં નથી. ‘મળીયો મૂત્વા અરમળીયો મા મૂ:' આ વચન અને તેની ટીકાથી આ વિષય સ્પષ્ટ થઇ જાય છે. પ્રદેશી રાજાના વિષયમાં આવું વચન વાંચવા મળે છે. વળી આજની હોસ્પિટલોમાં ઘણી દવાઓ પંચેન્દ્રિય જીવોની હિંસાથી બનેલી હોય છે. જેમાં થોડા જીવોને સુખ મળે અને ઘણા જીવોને દુઃખ થાય તેને અનુકંપા જ ન કહેવાય.
આરાધના સંબંધી શંકા-સમાધાન
શંકા- ૨૮૪. અમુક વાર હોય ત્યારે અમુક તીર્થંકરની આરાધના કરવી, જેમ કે શનિવારે મુનિસુવ્રત સ્વામીની, બુધવારે વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરવી. આવું કયા શાસ્ત્રમાં લખેલું છે ?
સમાધાન– આચારદિનકર વગેરે વિવિધ ગ્રંથોના આધારે નીચે મુજબની વિગત જાણવા મળે છે.
સૂર્ય વગેરે નવગ્રહો છે. નવગ્રહો એ નવ દેવો છે. જૈનદર્શનમાં દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ દેવોના ચાર પ્રકાર છે. તેમાં દેવોના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર
જ્યોતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org