________________
શંકા-સમાધાન
૧૩૫
ભવ– દેવ-નારકના ભવમાં અવધિજ્ઞાનાવરણીયનો અવશ્ય ક્ષયોપશમ થાય. યુગલિક ભવમાં નિયમા કષાયમંદતા અને સાતાવેદનીયનો ઉદય હોય છે. આ ભવની અસર છે.
પ્રસ્તુતમાં સરસ્વતી રૂપ દ્રવ્યની ઉપાસનાના નિમિત્તથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધે છે. જ્ઞાન તો ક્ષયોપશમથી જ થાય છે, પણ ક્ષયોપશમ થવામાં સરસ્વતી દેવીની ઉપાસના નિમિત્ત છે. જ્ઞાન થવામાં ક્ષયોપશમ આંતરિક (મુખ્ય) કારણ છે અને સરસ્વતી દેવીની ઉપાસના બાહ્ય કારણ છે. જેવી રીતે ધનવાનમાં ધનદાનની શક્તિ છે, ડૉકટરમાં દર્દીને દૂર કરવાની શક્તિ છે, તેવી રીતે સરસ્વતી દેવીમાં જ્ઞાનનો ક્ષયોપશમ વધારવાની શક્તિ છે.
જ્ઞાનની વૃદ્ધિ દ્વારા સ્વ-પરનું આત્મહિત સાધી શકાય એવી અપેક્ષાથી સરસ્વતીની સાધના કરી શકાય. અપ્રમત્ત અવસ્થા ન આવે ત્યાં સુધી સરસ્વતીની સાધના કરી શકાય. સરસ્વતીની સાધના કરવામાં ત્રણ મુદ્દા મહત્ત્વના છે. (૧) સાધકની યોગ્યતા (૨) શ્રદ્ધા (૩) વિધિ. કષાયોની મંદતા વગેરે ગુણોથી યુક્ત સાધક સરસ્વતીની સાધના કરવાને યોગ્ય છે. આમાં શ્રદ્ધા પણ પૂર્ણ હોવી જોઇએ. દવામાં દર્દીને દૂર કરવાની શક્તિ હોવા છતાં જેને શ્રદ્ધા ન હોય તેનો રોગ દૂર ન થાય. તે રીતે પ્રસ્તુતમાં સરસ્વતી દેવીમાં સાધકના જ્ઞાનનો ક્ષયોપશમ વધારવાની શક્તિ હોવા છતાં જે સાધકની શ્રદ્ધામાં ખામી હોય તેને લાભ ન થાય. સાધના વિધિપૂર્વક કરવી જોઈએ.
આજે પણ લાયક જીવ શ્રદ્ધાથી વિધિપૂર્વક સરસ્વતી દેવીની સાધના કરે તો તેના જ્ઞાનનો ક્ષયોપશમ વધે.
સામાયિક સંબંધી શંકા-સમાધાન શંકા-૨૮૯. સામાયિકમાં ૪૮ મિનિટનો સમય ક્યારથી ગણવો અને ક્યાં સુધી ગણવો ?
સમાધાન- સજઝાય કરવાનો છેલ્લો આદેશ માગીને ત્રણ નવકાર ગણ્યા પછીથી સમય ગણવો અને ૪૮ મિનિટ પૂર્ણ થયા પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org