________________
૧૪)
શંકા-સમાધાન
સામાયિક કરાવવાની પ્રેરણા પણ ન કરવી જોઈએ. મુગ્ધ જીવો સમૂહ સામાયિક કરાવે અને આપણે તે માટે પ્રેરણા કરીને તેમાં ભેદ છે.
શંકા- ૩૦૦. સામાયિક પારતી વખતે મુઠ્ઠી વાળવી કે હથેળી ખુલ્લી રાખવી ?
સમાધાન- હથેળી ખુલ્લી રાખવી.
શંકા- ૩૦૧. પૌષધ અને સામાયિકમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓ પ્રભાવના તરીકે અપાતા પૈસાને હાથમાં લઈ શકે ?
સમાધાન- હાથમાં ન લઈ શકે. આ માટે પૈસાની પ્રભાવના કરનારે બીજી કોઈ વ્યવસ્થા કરવી જોઇએ, જેથી સામાયિક-પૌષધ પાર્યા પછી એ પ્રભાવના સામાયિક પૌષધવાળાને મળી જાય.
શંકા- ૩૦૨. મંડળની બહેનો સામાયિક પૌષધમાં મંડળના પૈસાનો હિસાબ કિતાબ કરી શકે કે નહિ ?
સમાધાન ન કરી શકે. શંકા- ૩૦૩. સામાયિક-પ્રતિક્રમણ-પૌષધમાં શ્રાવક શિયાળામાં માથે મફલર બાંધેલું રાખી શકે ?
સમાધાન– અનિવાર્ય શારીરિક કારણે અનિવાર્ય હોય તો રાખી શકે. બાકી કાઢી શકાય એવું હોય તો કાઢી નાખવું જ જોઇએ.
પૌષધ સંબંધી શંકા-સમાધાન શંકા– ૩૦૪. સવારનો પૌષધ લેવા માટે સમયનું ચોક્કસ વિધાનશું?
સમાધાન- સવારનો પૌષધ લેવા માટે “મોડામાં મોડો સૂર્યોદય પહેલાં પૌષધ લઈ લેવો જોઇએ” એ સમયનું ચોક્કસ વિધાન છે. આથી જ સૂર્યોદય પછી પૌષધ લેવામાં અતિચાર લાગે. આથી જ અતિચારમાં આવે છે કે પૌષધ અસૂરો લીધો સવેરો પાર્યો. અહીં અસૂરો એટલે સૂર્યોદય પછી. સવેરો એટલે સૂર્યોદય પહેલાં.
શંકા- ૩૦૫. પૌષધ લેનારી બહેનોએ જાતે પૌષધ ઉચ્ચરીને પડિલેહણ-દેવવંદન-સજઝાય કરીને ગુરુને વંદન કરવા આવે ત્યારે ગુરુની પાસે ફરી પૌષધ ઉચ્ચારવો, પડિલેહણના આદેશ માગવા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org