________________
શંકા-સમાધાન
સમાધાન– ભૌતિક આશંસાથી કરાતી ક્રિયાને મહાપુરુષોએ દ્રવ્યક્રિયા કહી છે. આથી ગુરુવંદન ભાષ્યમાં પાલકના વંદનને દ્રવ્યનંદન કહ્યું છે. દ્રવ્યનંદનના બે પ્રકાર છે. પ્રધાન દ્રવ્યવંદન અને અપ્રધાન દ્રવ્યવંદન. જે દ્રવ્યવંદન ભાવવંદનનું કારણ બને તે પ્રધાન દ્રવ્યવંદન છે. જે દ્રવ્યવંદન ભાવવંદનનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યવંદન છે. આ નિયમ કોઇ પણ ધર્મક્રિયામાં ઘટી શકે. શાસ્ત્રકારોએ પ્રધાન દ્રવ્યનંદનને ઉપાદેય ગણ્યું છે.
મુગ્ધ જીવો ભૌતિક આશંસાથી તપ વગેરે કરે તો તે પ્રધાન દ્રવ્ય તપ ગણાય. આ વિષે તપ પંચાશકમાં કહ્યું છે કે- કોઇક નવા અભ્યાસી જીવો એવા હોય છે કે, જે પ્રારંભમાં અભિષંગવાળા અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, અર્થાત્ અભિષ્યંગથી સંસારસુખના રાગ આદિથી અનુષ્ઠાનમાં જોડાય છે પણ પછી (મોક્ષ આદિનું જ્ઞાન થતાં) અભિષ્યંગ રહિત અનુષ્ઠાન પામે છે. આથી તેવા જીવોને આ તપ મોક્ષમાર્ગ પમાડનાર બને છે. આથી જ મુગ્ધ જીવોને મોક્ષમાર્ગમાં જોડવા માટે મહાપુરુષોએ સર્વાંગસુંદર, નિરુજસુખ, પરમભૂષણ વગેરે તપો કહ્યા છે. આ તપો નવા અભ્યાસી જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ બને છે. મોક્ષમાર્ગના સ્વીકા૨નું કારણ વ્યવહારથી મોક્ષમાર્ગ છે.
૧૩૯
જે તપથી સર્વ અંગો સુંદર થાય તે સર્વાંગસુંદર તપ. જે તપનું મુખ્ય ફલ રોગનાશ છે તે નિરુજસુખ તપ. જે તપથી ઉત્તમ આભૂષણો મળે તે પરમભૂષણ તપ. મુગ્ધ જીવો તપના આવા ફળને સાંભળીને તપ કરવા પ્રેરાય છે પછી ગુરુનો યોગ થતાં તપ શા માટે કરવો જોઇએ વગેરે જાણીને મોક્ષ માટે જ તપ કરનારા થાય છે.
આ ષ્ટિએ સમૂહ સામાયિક કરાવવામાં બાધ નથી. આમ છતાં વ્યાખ્યાનમાં સામાયિક શા માટે કરવું જોઇએ વગેરે સમજાવતા રહેવું જોઇએ. એમ સાંભળતાં સાંભળતાં યોગ્ય જીવો સમૂહ સામાયિકમાં આવશે, પણ પ્રભાવના માટે નહિ કિંતુ, કર્મક્ષય માટે આવશે. એટલે આપણે(=સાધુઓએ) એનો વિરોધ ન કરવો જોઇએ. તેમ સમૂહ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org