________________
શંકા-સમાધાન
૧૩૭
ત્યારે પણ બધા જ આદેશો માગવા જોઇએ. ફેર એટલો જ છે કે પહેલા સામાયિકમાં સ્વાધ્યાય હવે શરૂ કરવાનો હોવાથી “સજઝાય કરું ?’’ એવો આદેશ મગાય છે. બીજા-ત્રીજા સામાયિકમાં સ્વાધ્યાય શરૂ થઇ ગયો હોવાથી “સઝાયમાં છું” એવો આદેશ મગાય છે અને પછી એક નવકાર ગણાય છે.
શંકા- ૨૯૩. સામાયિક લેવાની વિધિ ન આવડતી હોવાથી ત્રણ નવકા૨ ગણીને સામાયિક સ્વરૂપે ૪૮ મિનિટ બેસવાનો સંકલ્પ કરે તેમાં વચ્ચે કામ આવી જાય એથી ૪૮ મિનિટ પહેલાં ઉઠી જાય તો સામાયિક ભાંગે ?
સમાધાન– સામાયિકનો સંકલ્પ ભાંગે.
શંકા— ૨૯૪. શ્રાવક સામાયિકમાં હોય, ચરવળો પાસે ન હોય, ત્યારે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ગોચરી માટે પધારે, તો શ્રાવક ઊભા થઇ વંદન કરી શકે ? વહોરાવી શકે ? મૌન સામાયિકમાં લાભ આપો એમ કહી (બોલી) શકે ?
સમાધાન– સામાયિકમાં ચરવળા વિનાનો શ્રાવક ગોચરી માટે પધારેલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને ઊભા થઇને વંદન કરી શકે નહિ. ઊભા થઇને વહોરાવી શકે નહિ. મૌન સામાયિકમાં ‘લાભ આપો' એમ કહી શકાય નહિ.
શંકા— ૨૯૫. ગૃહસ્થ સામાયિક-પૌષધમાં હોય તો ગુરુપૂજન કરી શકે ?
સમાધાન– ન કરી શકે. સામાયિક-પૌષધમાં રહેલ ગૃહસ્થ સાધુ સમાન છે. જેમ સાધુથી દ્રવ્યપૂજા ન થાય તેમ સામાયિક-પૌષધમાં રહેલ ગૃહસ્થથી દ્રવ્યપૂજા રૂપ ગુરુપૂજન ન થાય.
શંકા— ૨૯૬. સામાયિક-પૌષધમાં ગુરુપૂજન-જ્ઞાનપૂજન કે પ્રતિમાજીને વાસક્ષેપ પૂજા થઇ શકે ?
સમાધાન ન થઇ શકે. સામાયિક-પૌષધમાં ભાવપૂજા જ ક૨વાની હોવાથી ગુરુપૂજન-જ્ઞાનપૂજન કે પ્રતિમાજીને વાસક્ષેપ પૂજા ન થઇ શકે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં ત્રીજા ઉલ્લાસના ૫૧૮ મા
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org