________________
૧૩૮
શંકા-સમાધાન પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે “પોષાતી શ્રાવકોને કપૂર વગેરેથી પુસ્તકપૂજા દ્રવ્યસ્તવ હોવાથી કલ્પ નહિ. ગુરુપરંપરાએ પણ અમોએ તેવું જ જોયું છે. એવી રીતે પોષાતી શ્રાવિકાઓને ગહેલી અને લુંછણાદિક પણ કહ્યું નહિ એમ જાણવું.”
શંકા- ર૯૭. સામાયિક-પૌષધમાં આભૂષણ પહેરવા કહ્યું કે નહિ?
સમાધાન– સામાયિક-પૌષધમાં શ્રાવકોને આભૂષણો પહેરવા ન કલ્પે. કારણ કે કુંડકોલિક શ્રાવકે સામાયિકમાં મુદ્રિકા ઉતારી અન્ય સ્થાને મૂકી એમ ઉપાશકદશાંગના છઠ્ઠા અધ્યયનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૨૧૫)
શંકા- ૨૯૮. સામાયિક લેનારા શ્રાવકોએ વીંટી, ચેઇન આદિ પહેરેલા હોય તો “કરેમિ ભંતે” ઉચ્ચરાવી શકાય ? સ્વયં જાતે “કરેમિ ભંતે” ઉચ્ચારી શકે ?
સમાધાન– “કરેમિ ભંતે” ન ઉચ્ચરાવી શકાય અને સ્વયં જાતે પણ ન ઉચ્ચારી શકે. કારણ કે સામાયિકમાં સર્વસાવદ્યની ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. આભૂષણો પરિગ્રહ રૂપ હોવાથી સાવદ્ય છે. આથી જ શાંતનુ શેઠની કથામાં એવું વર્ણન આવે છે કે શાંતનું શેઠ પ્રતિક્રમણમાં ગળામાંથી મોતીનો હાર કાઢીને બાજુમાં મૂકી દીધો હતો.
શંકા- ૨૯૯. સમૂહ સામાયિક કરાવવાનું અનુષ્ઠાન શાસ્ત્રીય છે? કારણ કે તેમાં અનુષ્ઠાન કરાવનારે “પ્રભાવના” સિવાય કંઈ કરવાનું રહેતું નથી. તેથી “સમૂહ સામાયિક કરાવાશે” એ જાહેરાતનો ગર્ભિત અર્થ એ થયો કે “સામાયિક કરે તેને પ્રભાવના અપાશે.' જયારે બીજા કોઈ પણ અનુષ્ઠાનમાં આયોજકે મુખ્યપણે કંઈક કરવાનું રહે છે. જેમ કે તપ કરાવે તો પારણાદિની વ્યવસ્થા કરવી. ઉપધાન કરાવે તો રહેવા-જમવા-મંડપાદિની વ્યવસ્થા કરવી. ત્યાં સર્વત્ર પ્રભાવના' ગૌણભાવે હોય છે. જ્યારે સમૂહ સામાયિક કરાવવામાં માત્ર પ્રભાવના જ કરવાની રહે છે. કટાસણાદિની વ્યવસ્થા નહીં. તો આવું અનુષ્ઠાન શાસ્ત્રવિહિત ગણી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org