________________
શંકા-સમાધાન
૧૪૭ શુદ્ધ વ્યવહાર, અર્થાત્ સંવિગ્ન ગીતાથએ જે આચર્યું હોય તે જીત છે. આથી જીત–આચરણરૂપ શાસ્ત્રરૂપ છે. આ અંગે પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું છે કે “ગીતાર્થો કોઈ કારણસર અલ્પદોષવાળું અને ઘણા ગુણવાળું જે કંઈ આચરે તે જિનમતાનુસારી સર્વસાધુઓને પ્રમાણ જ હોય છે.”
આ વિષે બૃહત્કલ્પમાં પણ કહ્યું છે કે- “અશઠ (રાગ-દ્વેષથી રહિત) એવા પ્રામાણિક કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ કારણે સ્વભાવથી અસાવદ્ય(=પાપથી રહિત) એવું જે કંઈ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો અન્ય ગીતાથએ નિષેધ ન કર્યો હોય તે આચરણા કહેવાય. આ આચરણા ઘણાઓને સંમત હોય.”
આથી પ્રતિક્રમણની વિધિમાં થયેલા ઉમેરા ગીતાથએ કરેલા છે અને અન્ય ગીતાર્થોએ તેનો નિષેધ કર્યો નથી. આથી એ ઉમેરા ઉમેરો કરનારનો પોતાનો મત નથી, કિન્તુ શાસ્ત્રનો મત છે, એ આચરણાના લક્ષણ ઉપરથી સિદ્ધ થાય છે. આથી વર્તમાનમાં પ્રસિદ્ધ પ્રતિક્રમણની વિધિ નિર્દોષ છે. એમાં આપણે જરા પણ ફેરફાર ન કરવો જોઇએ.
શંકા- ૩૨૪. પાક્ષિક અતિચાર કોઈને ન આવડતા હોય, તો વંદિતુ સૂત્ર બોલે. તો તે વંદિતુ સૂત્ર આખું બોલવાનું કે શું ?
સમાધાન- સંપૂર્ણ વંદિતુ સૂત્ર બોલવાની પ્રથા છે. પણ નવકાર, કરેમિ ભંતે અને ઇચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઓ એ ત્રણ સૂત્રો બોલ્યા વિના સીધું જ વંદિતુ સૂત્ર બોલવાની પ્રથા છે.
શંકા- ૩૨૫. પાઠશાળાના શિક્ષક ઉંમરે નાના હોય, તો પણ જયારે ભણાવે ત્યારે ગુરુ કહેવાય. પણ સર્વ સાથે પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે શ્રાવક કહેવાય કે નહિ? માટે બીજાઓને-મોટી ઉંમરની વ્યક્તિઓને એ આદેશ આપી શકે કે કેમ ?
સમાધાન- સાધુ વિના એકલા શ્રાવકો પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે જે વૃદ્ધ-વડીલ હોય, તે બીજાઓને સૂત્રો બોલવાના આદેશો આપે એવી પ્રણાલિકા છે અને તે બરોબર છે. એટલે નાની ઉંમરના શિક્ષક આદેશ ન આપે અને વડીલ આદેશ આપે, એ ઉચિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org