________________
૧૫૪
શંકા-સમાધાન ત્યારે રાઇપ્રતિક્રમણ શરૂ કરવાનું વિધાન છે. અપવાદથી તો મધ્યરાત્રિથી આરંભીને બપોરના મધ્યાહ્ન સુધીમાં ગમે ત્યારે રાઇપ્રતિક્રમણ કરી શકાય. આ અપવાદનો ઉપયોગ તો વહેલી સવારે મુસાફરી કરવાની હોય ઇત્યાદિ વિશેષ કારણે જ કરવો જોઈએ, દરરોજ માટે નહિ.
શંકા- ૩૩૮. પ્રતિક્રમણ આદિ ક્રિયા કરતી વખતે સૂત્રોમાં વ્યાકરણ શુદ્ધિની આવશ્યકતા ખરી? કેટલાક કહે છે કે અનુસ્વાર, વિસર્ગ, જોડાક્ષરો વગેરેના અર્થઘટનમાં પડવાની જરૂર નથી. ફક્ત ભાવથી ક્રિયા કરવાની જ જરૂર છે. જયારે કેટલાક કહે છે કે સૂત્રો શુદ્ધ ન બોલાય તો દોષ લાગે.
સમાધાન- પ્રતિક્રમણ આદિ કોઈ પણ ધર્મક્રિયામાં ભાવ અને વિધિ એ બંનેની જરૂર છે. ધર્મક્રિયામાં ભાવની મુખ્યતા હોવા છતાં વિધિ એ ધર્મક્રિયામાં ભાવોલ્લાસને પ્રગટ કરવાનું મુખ્ય કારણ છે. આથી વિધિ પ્રત્યે બેદરકારી કરનારને તેવો ભાવોલ્લાસ પ્રગટતો નથી. વિધિના પાલન માટે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન એ ચારનું પાલન કરવું જોઇએ. સ્થાન વગેરે ચારને શાસ્ત્રમાં યોગ તરીકે ઓળખવામાં આવે છે. જે મોક્ષની સાથે જોડી આપે તે યોગ. જો કે ભાવ જ મોક્ષની સાથે જોડી આપે છે. આમ છતાં સ્થાન વગેરે ભાવનું કારણ હોવાથી સ્થાન વગેરેને પણ યોગ કહેવામાં આવે છે. સ્થાન વગેરેનો અર્થ આ પ્રમાણે છે
સ્થાન– કાયોત્સર્ગ અને પદ્માસન વગેરે આસનો તથા યોગમુદ્રા વગેરે મુદ્રાઓ સ્થાનયોગ છે. કાયોત્સર્ગમાં શરીરને આમ તેમ હલાવવાના નહિ. કાયોત્સર્ગમાં નવકાર વગેરેની સંખ્યા આંગળીના વેઢાથી ન ગણાય. કાયોત્સર્ગના દોષોને જાણીને દોષોથી રહિત કાયોત્સર્ગ કરવો જોઈએ. જે ધર્મક્રિયામાં જે મુદ્રા રાખવાની કહી છે તે મુદ્રા રાખવી જોઈએ. પણ આજે આમાં ઘણી બેદરકારી જોવામાં આવે છે. ક્રિયાઓ કરતી વખતે આપણી મુદ્રાઓનું કોઈ ઠેકાણું હોતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org