________________
શંકા-સમાધાન
૧૪૯
કદાચ માની લઇએ કે આ કિંવદન્તી સાચી હોય. તો પણ આનું સમાધાન આ પ્રમાણે છે- દરેક જીવમાં પ્રબળ સત્ત્વ ન હોય. એક ત૨ફ ધર્મ ક૨વાની તીવ્ર ભાવના હોય, તો બીજી તરફ પ્રબળ સત્ત્વ ન હોય એવું બને. આવા સંયોગમાં દેવ વગેરે તરફથી ઉપદ્રવ થાય તો જીવ સમાધિ ન ટકાવી શકે. આથી જીવ કાં તો ધર્મને છોડી દે અને કાં તો અસમાધિથી દુર્ગતિમાં જાય. આવું ન બને એટલા જ માટે જ્ઞાનીઓએ સમ્યક્ત્વના સ્વીકારમાં છ જયણા જણાવી છે. આથી ઉપદ્રવના કા૨ણે શ્રીસંઘે આ સ્તુતિનો સ્વીકાર કર્યો હોય તો પણ તેમાં કશું ખોટું નથી. ઉપદ્રવના કારણે શ્રી સંઘે સ્તુતિનો સ્વીકાર કર્યો તેથી સંઘ ડરપોક હતો એમ કહેવું યોગ્ય નથી. આમ કહેવાથી સંઘની મહા આશાતના થાય.
શંકા— ૩૨૯. પક્ષી આદિ પ્રતિક્રમણમાં સકલાર્હત્ સ્તોત્ર કોઇ સાધુઓ સંપૂર્ણ બોલે છે, તો કોઇ સાધુઓ દેવાધિદેવ સર્વજ્ઞ શ્રીવીર પ્રણિદધ્મહે સુધી જ બોલે છે, તથા પ્રતિક્રમણના અંતે કેટલાકો સંતિકર સ્તોત્ર બોલે છે અને કેટલાકો નથી બોલતા, તેનું શું કારણ ?
સમાધાન આનું કારણ તે તે સમુદાયની સામાચારી છે. સામાચારીનો ભેદ આરાધનામાં બાધક બનતો નથી. આ વિષે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે, “સ્નાત્ર વગેરેમાં સામાચારીના ભેદથી વિધિમાં પણ વિવિધ પ્રકારનો ભેદ દેખાય છે. તો પણ તેમાં મૂંઝાવું નહિ. કારણ કે અરિહંતની ભક્તિથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધર વગેરેની સામાચારીમાં પણ ઘણા ભેદ હોય છે. આથી જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અરિહંતભક્તિનું પોષક હોય તે કોઇ આચાર્યને અસંમત નથી. એમ સર્વ ધર્મકર્તવ્યોમાં સમજવું.” આના આધારે એક વાત સ્પષ્ટ થાય છે કે કોઇ સમુદાયમાં પક્ષી આદિ પ્રતિક્રમણ પછી સંતિકરું બોલવાની આચરણા ન હોય તો તેમના ૫૨ સંતિકર બોલવાનું દબાણ કરવામાં આવે તો તે જરાય ઉચિત ન ગણાય. એ જ પ્રમાણે કોઇ સમુદાયમાં નવાંગી પૂજનની
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International