________________
૧૩૬
શંકા-સમાધાન
સામાયિક પારવાની વિધિ કરી શકાય. તાત્પર્ય એ છે કે સામાયિક લેવાનો અને સામાયિક પારવાનો સમય ૪૮ મિનિટમાં ન ગણવો.
શંકા- ૨૯૦. સામાયિકની ૪૮ મિનિટ પૂર્ણ થયા પહેલાં સાધુની સાથે સંથારાપોરિસિની વિધિ થઈ શકે કે કેમ ? કારણ કે એ વિધિ પછી તો તુરત સામાયિક પારવાની મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે.
સમાધાન- સાધુની સાથે સંથારા પરિસિનો વિધિ ન થઈ શકે પણ સાધુના મુખથી બોલાતું સંથારા પોરિસિનું સૂત્ર સાંભળી શકાય. તથા ચઉક્કસાયથી સંપૂર્ણ જયવીરાય સૂત્ર સુધીના સૂત્રો સાંભળવાથી સામાયિક પારવાનો તેટલો વિધિ આવી જાય. પણ તેટલો વિધિ જો ૪૮ મિનિટની અંદર થયો હોય તો બે મિનિટ વધારીને (પ૦ મિનિટ થાય ત્યારે) બાકીનો સામાયિક પારવાનો વિધિ કરવો જોઇએ. કારણ કે સામાયિક પારવાનો વિધિ ૪૮ મિનિટમાં ન ગણાય.
શંકા- ૨૯૧. બીજું સામાયિક લઇએ ત્યારે “સજઝાયમાં છું' એવો આદેશ માંગવો જોઈએ કે “સજઝાય કરું એવો આદેશમાંગવો જોઈએ?
સમાધાન– “સજઝાયમાં છું' એવો આદેશ માંગવામાં આવે છે. શંકા- ૨૯૨. સળંગ ત્રણ સામાયિક કરનાર, બીજું-ત્રીજું સામાયિક લેવાની વિધિ કરતી વખતે “સજઝાય સંદિસાહું ?”નો આદેશ માગે કે માત્ર “સઝાયમાં છું” આ એક જ આદેશ માગે? પ્રથમ સામાયિકમાં માગેલો “સજઝાય સંદિસાહું?” નો આદેશ ત્રણે સામાયિક માટે ચાલે ?
સમાધાન- બીજું-ત્રીજું સામાયિક લેવાની વિધિ કરતી વખતે “સઝાય સંદિસાહું”નો આદેશ માગવો જોઈએ. પ્રથમ સામાયિકમાં માગેલો “સજઝાય સંદિસાહું”નો આદેશ ત્રણે સામાયિક માટે ન ચાલે. જો “સજઝાય સંદિસાહું”નો આદેશ ત્રણે સામાયિકમાં ચાલતો હોય તો “બેસણે સંદિસાહું” વગેરે આદેશ પણ ચાલવા જોઇએ. પણ તેમ નથી. પહેલું સામાયિક લીધું ત્યારે બધા આદેશો એક સામાયિક માટે જ માગ્યા હતા. આથી બીજું-ત્રીજું સામાયિક લે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org