________________
૧૩૨
શંકા-સમાધાન
સંસારનું બધું વોસિરાવી દેવું જોઈએ તથા વિવિધ પચ્ચકખાણ કરવા જોઈએ. આ વિષે અનેક મહાત્માઓના પુસ્તકો પ્રકાશિત થયા છે. આવા પુસ્તકો અવાર-નવાર જુદા જુદા પ્રકાશકો તરફથી પ્રકાશિત થતા રહે છે. સાધુ મહાત્મા પાસે જઈને આ પુસ્તક વિષે પૂછવાથી માહિતી મળી રહે.
શંકા- ૨૮૬. ધર્મની કોઈ પણ આરાધના વિશ્વશાંતિ માટે કરાય અને કરાવાય તે યોગ્ય છે કે આત્મશાંતિ અથવા આત્મકલ્યાણ માટે કરાય-કરાવાય તે યોગ્ય છે ?
સમાધાન– અરિહંતોએ વિશ્વશાંતિ માટે ધર્મ કરવાનું કે કરાવવાનું કહ્યું નથી, કિંતુ સ્વશાંતિ માટે કે પોતાના કલ્યાણ માટે ધર્મ કરવાનું કે કરાવવાનું કહ્યું છે. હા, વિશ્વશાંતિની ભાવના અવશ્ય ભાવવી જોઇએ. શિવમસ્તુ સર્વજ્ઞાતિ: ઇત્યાદિ ભાવના વિશ્વશાંતિની ભાવના છે. પણ ધર્મનાં અનુષ્ઠાનો તો સ્વશાંતિ માટે કરવા જોઇએ. કારણ કે વિશ્વશાંતિનું મૂળ વ્યક્તિ-શાંતિ છે. વિશ્વ શું છે? જુદા-જુદા દેશોનો સમૂહ એ વિશ્વ છે. દેશ શું છે ? જુદા જુદા સમાજોનો સમૂહ એ દેશ છે. જુદા-જુદા કુટુંબોનો સમૂહ એ સમાજ છે. જુદી-જુદી વ્યક્તિઓનો સમૂહ કુટુંબ છે. હવે વિશ્વમાં શાંતિ લાવવી હોય તો જુદા-જુદા દેશોમાં શાંતિ થવી જોઈએ. તે વિના વિશ્વશાંતિ શક્ય જ નથી. દેશમાં શાંતિ લાવવી હોય તો જુદા-જુદા સમાજોમાં શાંતિ લાવવી જોઇએ. સમાજમાં શાંતિ લાવવી હોય તો કુટુંબોમાં શાંતિ લાવવી જોઇએ. કુટુંબમાં શાંતિ લાવવી હોય તો કુટુંબની દરેક વ્યક્તિમાં શાંતિ લાવવી જોઇએ. કુટુંબની દરેક વ્યક્તિમાં શાંતિ ધર્મ કરવાથી જ લાવી શકાય. જો કુટુંબની દરેક વ્યક્તિ શાંત બની જાય તો કુટુંબ શાંત બની જાય. દરેક કુટુંબ શાંત બને તો સમાજ શાંત બને. દરેક સમાજ શાંત બને તો દેશ શાંત બને. દરેક દેશ શાંત બને તો વિશ્વ શાંત બને. આમ વિશ્વ શાંતિનું મૂળ ધર્મ છે. માટે દરેક જીવે સ્વશાંતિ માટે ધર્મ કરવો જોઇએ. દરેક જીવ સ્વશાંતિ માટે ધર્મ કરવા માંડે તો વિશ્વમાં ધર્મનું બળ વધે અને એ ધર્મબળથી વિશ્વમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org