________________
૧ ૨૮
શંકા-સમાધાન
માટે જ ધર્મ કરવો જોઈએ એવા જ્ઞાનવાળો અને એવી શ્રદ્ધાવાળો. તેમાં સબુદ્ધિ જીવો મોક્ષ માટે જ ધર્મ કરે. કહ્યું છે કે મૌક્ષાવૈવ તુ તે વિશિષ્ટ મતિરુત્તમઃ પુરુષ: વિશિષ્ટ મતિમાન પુરુષ મોક્ષ માટે જ ધર્મ કરે છે. મુગ્ધ જીવોને ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ એવું જ્ઞાન હોતું નથી. આથી આવા જીવો પ્રારંભમાં સંસારસુખની પ્રાપ્તિ માટે ધર્મ કરનારા હોય. પણ પછી મોક્ષ આદિનું જ્ઞાન થતાં મોક્ષ માટે ધર્મ કરનારા બને. મુગ્ધ જીવો પ્રારંભમાં સંસારસુખ માટે ધર્મમાં જોડાઇને મોક્ષ માટે ધર્મ કરનારા બને, એ માટે તેવા જીવોના ઉપકાર માટે જ્ઞાનીઓએ સર્વાંગસુંદર, નિજસુખ, પરમભૂષણ, આયતિજનક અને સૌભાગ્યેકલ્પવૃક્ષ વગેરે તપો જણાવ્યા છે. આવા તપો નવા અભ્યાસી જીવો માટે મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ બનતા હોવાથી હિતકર છે. આથી દુઃખ દૂર કરવા કે ભૌતિક સુખ મેળવવા માટે ધર્મ કરતા મુગ્ધ જીવોને ધર્મ કરતા અટકાવાય નહિ.
આમ છતાં ગીતાથએ વ્યાખ્યાન વગેરેમાં મોક્ષ માટે ધર્મ કરવો જોઇએ, વગેરે સમજાવતાં રહેવું જોઈએ. જેથી શ્રોતાની ભૌતિક સુખની આશંસા વધે નહિ, બલ્બ ઘટે, અને ભૌતિક સુખ માટે ધર્મ કરનારા જીવો મોક્ષ માટે ધર્મ કરતા થઈ જાય.
શંકા- ૨૮૦. દુનિયામાં અબજો જીવો જે ધર્મ કરતા નથી. તેના કરતાં અપેક્ષાએ અજ્ઞાની જીવો ભૌતિક સુખ માટે ધર્મ કરે તો તે સારો કે ખરાબ ?
સમાધાન- આ પ્રશ્નનો જવાબ એકાંતે “હા” માં કે “ના” માં ન આપી શકાય. સુખ અને ધર્મ કરનાર અજ્ઞાની જીવ કેવો છે, તે વિચારવું પડે. અભવ્યો, દૂર્ભવ્યો અને ભારે કર્મી ભવ્ય જીવો ભૌતિક સુખ માટે ધર્મ કરે, તો તેમને ધર્મ નહિ કરનારા જીવોથી સારા ન કહી શકાય. કારણ કે તેવા જીવો ધર્મથી થોડું સુખ મેળવીને અધિક દુઃખ ભોગવનારા બને છે. આવા જીવોની ધર્મક્રિયા અતિશય દારુણ પરિણામવાળી બને છે. કારણ કે તે જીવો કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુથી પણ ચઢિયાતા એવા ધર્મને હીન જુએ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org