________________
૧૨૬
શંકા-સમાધાન
કહી શકાય. આથી જેનામાં ધર્મથી આધ્યાત્મિક લાભ જરા પણ ન દેખાતો હોય તે હજી ધર્મ પામ્યો નથી એમ સમજવું જોઇએ. શંકા- ૨૭૮. જૈનના દેવ-ગુરુ-ધર્મમાં અને અજૈનોના દેવ-ગુરુધર્મમાં શો ભેદ છે ?
સમાધાન– જૈનધર્મમાં દેવ સુદેવ છે, ગુરુ-સુગુરુ છે, ધર્મ સુધર્મ છે, જૈનેતરોમાં આવું નથી. આ વિષયને સ્પષ્ટ સમજવા માટે જરા વિસ્તારથી વિચારીએ. જે દેવ સત્ય જ કહે, અસત્ય ક્યારે પણ ન જ કહે. તે દેવ સુદેવ છે. અસત્ય બોલવાના રાગ-દ્વેષ અને મોહ (=અજ્ઞાનતા) એ ત્રણ કારણો છે. ક્યારેક માણસ રાગથી, ક્યારેક દ્વેષથી, ક્યારેક મોહથી અસત્ય બોલે છે. આથી રાગ-દ્વેષ-મોહથી રહિત દેવ સત્ય જ કહે, અસત્ય ન કહે, માટે તે દેવ સુદેવ છે.
જૈનોના દેવો જે ભવમાં દેવ બને, તે ભવમાં દીક્ષા લઇને રાગદ્વેષને જીતવાનો પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ કરીને રાગ-દ્વેષને જીતે છે. રાગ-દ્વેષને જે જીતે તે વીતરાગ કહેવાય. વીતરાગ બનેલા દેવ અતિશય અલ્પકાળમાં(=અંતર્મુહૂર્તમાં) જ સર્વજ્ઞ બને છે. સર્વજ્ઞ એટલે બધું જ જાણનારા. જેમ સ્વચ્છ દર્પણમાં સર્વ વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે, તેમ ભૂતકાળમાં શું બન્યું હતું, વર્તમાનમાં ક્યાં શું બની રહ્યું છે અને ભવિષ્યમાં ક્યાં શું બનશે, સર્વજ્ઞ બનેલા દેવનો આત્મા આ બધું જ જાણનારો હોય છે. જે સર્વ-બધું જ જાણે તે સર્વજ્ઞ. જૈનની પરિભાષા પ્રમાણે એમ કહેવાય કે, ત્રણે કાળના સર્વ દ્રવ્ય-પર્યાયોને જે જાણે તે સર્વજ્ઞ, સર્વજ્ઞ દેવ જગતના જીવોનું જેનાથી હિત થાય, તેવા ધર્મને જાણે છે અને જગતના લોકોને બતાવે છે. માટે તેમના દ્વારા કથિત ધર્મ સુધર્મ છે. જૈનેતરોના દેવો આવા સર્વજ્ઞ ન હોવાથી તેમનો કહેલો ધર્મ સાચો હોતો નથી, તેથી તે ધર્મ સુધર્મ નહિ, કિંતુ કુધર્મ છે. સુદેવોએ બતાવેલા ચારિત્રધર્મનું યથાશક્ય પાલન કરનારા સાધુઓ સુગુરુ છે, જૈનેતરોએ માનેલા ગુરુઓ સુગુરુઓ નથી. સુદેવે કહેલા ચારિત્રધર્મને પાળનારા સાધુઓમાં જેવી રીતે અહિંસાધર્મનું પાલન થાય છે તેવી રીતે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International