________________
શંકા-સમાધાન
૧૨૯
ભૌતિક સુખ માટે ધર્મ કરનારા કેટલાક અજ્ઞાન જીવો બાહ્યફલાપેક્ષાવાળા (ગુરુ વગેરેના સમજાવવાથી ભૌતિક સુખના બદલે મોક્ષ માટે ધર્મ કરનારા બનવાની યોગ્યતાવાળા) અને પ્રજ્ઞાપનીય (સાચું સમજાવી શકાય તેવા) હોય છે. આવા જીવોને ધર્મ નહિ કરનારા જીવો કરતાં અપેક્ષાએ સારા કહી શકાય. આથી જ સુંદરીનંદ અને આર્યસુહસ્તિથી દીક્ષિત ભિખારી વગેરેએ ભૌતિક સુખ માટે જ દીક્ષા લીધી હોવા છતાં આત્મહિત કરનારા બની ગયા. બાહ્યફલાપેક્ષાવાળા અને પ્રજ્ઞાપનીય જીવો દ્રવ્યધર્મના અભ્યાસથી જ દર્શનમોહનીય વગેરે કમનો ઉદય હટી જવાથી ભાવધર્મવાળા બને છે. (સુંદરીનંદનું દષ્ટાંત સંવેગરંગશાળામાંથી જોઈ લેવું.)
શંકા- ૨૮૧. કેટલાક માણસો ધર્મના નામે સોગન ખાય છે, તે યોગ્ય છે ?
સમાધાન– કોઈના પણ સોગન ખાવા એ યોગ્ય નથી. દેવ-ગુરુ અને ધર્મના સોગન ખાવા એ તો જરાય યોગ્ય નથી.
શંકા- ૨૮૨. ઘરમાં કોઈને ધર્મ પ્રત્યે બહુ લગાવ હોય અને ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવી હોય, પણ તે નિમિત્તને પામીને ઘરમાં એકાદ વ્યક્તિ ધર્મથી વિમુખ બને અથવા વધારે વિમુખ થઈને ઘણી વિરાધના કરે તો શું કરવું જોઈએ ?
સમાધાન કોઈ પોતાની ભાવનાથી ધાર્મિક પ્રસંગની ઉજવણી કરે અને તે નિમિત્તને પામીને ઘરમાં એકાદ વ્યક્તિ ધર્મથી વિમુખ બને અથવા વધારે વિમુખ થઈને ઘણી વિરાધના કરે, તો તેમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી કરનારને કોઈ દોષ લાગે નહિ. કોઈ મુમુક્ષુ જિને કહેલી વિધિપૂર્વક દીક્ષા લે અને તેના કારણે તેનો કોઈ સંબંધી શોક કરે અને સાધુઓ માટે ગમે તેમ બોલે તો દીક્ષા લેનારને એ નિમિત્તે કોઈ દોષ ન લાગે. કોઈ જીવ સમાધિથી મૃત્યુ પામે અને સ્વજનો એ નિમિત્તે શોક વગેરે કરે તો એ નિમિત્તે સમાધિથી મૃત્યુ પામનારને દોષ લાગે ? ન જ લાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org