________________
૧૨૪
શંકા-સમાધાન
સજ્જનોને પ્રિય બન્યા વિના ન રહે. તેવા પ્રકારનો પાપોદય હોય તો જુદી વાત. બાકી સામાન્યથી એમ કહી શકાય કે ઉદારતાદિ ગુણોવાળો માણસ સજ્જનોને પ્રિય બન્યા વિના ન રહે. આથી ત્રીજા ફળમાં લોકપ્રેમનો ઉલ્લેખ કર્યો.
ધર્મી માણસમાં રાગાદિ દોષો ન જ હોય એમ નહિ, પણ મંદ હોય. આથી તે પ્રતિકૂળ સંયોગોમાં પણ કર્મવિપાકની વિચારણા કરીને સ્વસ્થ રહી શકે છે. એટલે એમ કહી શકાય કે ધર્મી આત્માને દુઃખ આવે પણ તે દુઃખી ન બને. અશાંતિના પ્રસંગોમાં પણ ધર્મી શાંતિ અનુભવી શકે છે. આનાથી એ નક્કી થાય છે કે, ધર્મનું ફળ
આ ભવમાં અવશ્ય મળે છે. આથી સારું શાંતિમય જીવન જીવવા માટે ધર્મ વિના ન ચાલે. ધર્મ વિના શાંતિમય જીવન ન જીવી શકાય. આવો ધર્મ વર્તમાન જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. જેને ધર્મ વર્તમાન જીવનમાં ઉપયોગી લાગે તે જ જીવને ધર્મની જરૂરિયાત લાગે અને તે જ જીવ ધર્મ કરવા માટે લાયક ગણાય.
ધર્મથી વર્તમાન જીવનમાં લાભ— ધર્મ ગરીબ-શ્રીમંત, રોગીનીરોગી, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ એમ બધાને કામમાં આવે છે. ધર્મી ગરીબને દીનતા સ્પર્શી શકતી નથી. ધર્મી શ્રીમંતને અભિમાન સ્પર્શી શકતું નથી. ધર્મી આત્મા રોગમાં પણ હસતો રહી શકે છે. જ્યાં દુનિયાની કોઇ વસ્તુ કામ ન લાગે ત્યાં પણ ધર્મ કામ લાગે. બીમાર માણસની આગળ ભૌતિક સારી વસ્તુઓના ઢગલા કરવામાં આવે, કિંમતી રત્નોનો ઢગલો કરવામાં આવે, તો પણ તેને શાંતિ ન થાય. કા૨ણ કે એ વસ્તુઓમાં એવી તાકાત નથી. પણ જો આ વખતે ધર્મ આપવામાં આવે તો એને શાંતિ થાય. જ્યારે (અસાધ્ય રોગમાં) લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાથી બોલાવેલો ડૉકટર પણ સફળ ન બને ત્યારે ધર્મ સફળ બને છે. ધર્મ વૃદ્ધાવસ્થામાં પણ અદ્ભૂત શાંતિનો અનુભવ કરાવે છે. આમ ધર્મથી હરકોઇ અવસ્થામાં હરકોઇને લાભ જ છે, માટે ધર્મ વર્તમાન જીવનમાં પણ ઉપયોગી છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org