________________
૧૧૮
શંકા-સમાધાન શંકા- ર૭૦. સ્થાનકવાસી આદિ સંપ્રદાયો ફક્ત પાંચ જ પદોને માન્ય રાખે છે તો તેનું કારણ શું ?
સમાધાન– કોઈ પણ નવો પંથ સ્થપાય ત્યારે મૂળપંથથી પોતાની વિશેષતા બતાવવા માટે પંથ કાઢનાર મનઃકલ્પિત ફેરફાર કરે છે. આથી સ્થાનકવાસી પંથે પોતાની વિશેષતા બતાવવા માટે કેટલા ફેરફારો કર્યા છે તેમાં આ પણ એક ફેરફાર કર્યો છે.
શંકા- ર૭૧. પાંચ પદો દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. તો ફક્ત પાંચ જ પદોનું રટણ કરવું જોઇએ. બાકીના પદો તો સાર જ કહે છે. આમ કરવાથી આમ થાય, એમ વારંવાર કહેવાની જરૂર ખરી ? એક જ વાર કહેવાથી સમજમાં આવી જાય.
સમાધાન કોઈ પણ કાર્યમાં જે પ્રમાણે ઉત્સાહ અને શ્રદ્ધા હોય તે પ્રમાણે સફળતા મળે. કાર્યમાં ઉત્સાહ અને શ્રદ્ધા વધારવા માટે કાર્યનું ફળ આંખ સામે હોવું જોઈએ. કાર્યના ફળનું જેમ જેમ ચિંતન વધે, તેમ તેમ આ કાર્યમાં ઉત્સાહ અને શ્રદ્ધા વધે. માનસશાસ્ત્રનો આ નિયમ છે કે જે વસ્તુનું મનમાં જેમ જેમ ચિંતન વધે તેમ તેમ તેના પ્રત્યે શ્રદ્ધા દઢ બનતી જાય. શુભ વસ્તુના ચિંતનથી શુભ શ્રદ્ધા વધે છે અને અશુભ વસ્તુના ચિંતનથી અશુભ શ્રદ્ધા વધે છે. આ વિષયને દર્શાવવા શાસ્ત્રમાં એક દષ્ટાંત આવે છે. તે આ પ્રમાણે છે
એક બાળકની માતા મૃત્યુ પામતાં તેના પિતાએ બીજું લગ્ન કર્યું. સાવકી માતા બાળકને સારી રીતે સાચવતી, સાવકી માતા જેવું જરાય જણાવા દેતી નહિ. થોડા દિવસ બાદ તેને પણ એક પુત્ર થયો. તે બંને વચ્ચે સમભાવ રાખતી હતી. બંને ભાઇઓમાં કોઈ જાણતું ન હતું કે સગું શું ? ને સાવકું શું ? પણ સંસારમાં એવા પણ લોકો હોય છે કે જેમને પારકી ખોટી પંચાત કર્યા વિના ચેન ન પડે. આ બાળકને કોઇએ કહ્યું: આ તારી સાચી મા નથી, સાવકી મા છે. સાવકી માનો વ્યવહાર સાવકા પુત્ર સાથે સારો ન હોય. સાવકી મા સગો પુત્ર અને સાવકો પુત્ર એ બે વચ્ચે ભેદ રાખે, અરે ! કેટલીક માતા તો સાવકા દીકરાને કંઈક ખવરાવી દે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org