________________
શંકા-સમાધાન
૧૨૧
કે ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. તો દ્વાદશાંગીની અંતર્ગત કયા અંગ(અંગસૂત્ર)માં ચૂલિકાનું વર્ણન છે ? પાંચ પદોનું વર્ણન તો ભગવતી સૂત્રમાં મળે છે.
સમાધાન– બાર અંગોમાંથી વર્તમાન અગિયાર અંગો ઉપલબ્ધ થાય છે. તેમાં પણ રચના થઇ ત્યારે અંગોનું જેટલું પ્રમાણ હતું તેનાથી બહુ જ અલ્પ અંશમાં અંગો આપણને પ્રાપ્ત થાય છે. આથી જેમાં ચૂલિકાનું વર્ણન હોય તે શાસ્ત્રનો હમણાં વિચ્છેદ થયો છે એમ માનવું પડે. આમ છતાં વર્તમાનમાં જે ૪૫ આગમો ઉપલબ્ધ છે તેમાં એક મહાનિશીથ આગમ છે. આ આગમમાં ચૂલિકા સહિત નવકા૨નો ઉલ્લેખ છે. મહાનિશીથ સૂત્રના રચિયતા કોણ છે તે અંગે મહાનિશીથ સૂત્રમાં નીચે પ્રમાણે પાઠ છે—–
“એ રીતે પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વ્યાખ્યાન અનંતજ્ઞાનદર્શનને ધારણ કરનારા દેવો વડે મહાપ્રબંધથી અનંતગમ પર્યવ સહિત જેવી રીતે કરાયેલું હતું તેવી રીતે સૂત્રથી પૃથભૂત નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ વડે સંક્ષેપથી કરાયું હતું. પરંતુ કાલપરિહાણીના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે. સમય જતાં મોટી ઋદ્ધિને વરેલા, પદાનુસારી લબ્ધિ અને દ્વાદશાંગ શ્રુતને ધારણ કરનારા શ્રી વજસ્વામી થયા. તેમણે આ શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધનો ઉદ્ધાર મૂલસૂત્ર (શ્રી મહાનિશીથ)ની અંદર લખ્યો. મૂલસૂત્ર, સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી ત્રૈલોક્ય પૂજ્ય ધર્મતીર્થંકર અરિહંત ભગવંત શ્રી વીર જિનેન્દ્રે પ્રરૂપેલું છે, એવો વૃદ્ધ સંપ્રદાય છે.”
આ પાઠથી સ્પષ્ટ થાય છે કે નમસ્કાર મહામંત્રની રચના સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી તીર્થંકર ભગવંતે કરી છે. મહાનિશીથમાં પાંચમા અધ્યયનમાં ચૂલિકા સહિત નવકારનો ઉલ્લેખ હોવાથી ચૂલિકાની રચના પણ સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી અરિહંત દેવોએ કરી છે એ સિદ્ધ થયું.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org