________________
૧૨૦
શંકા-સમાધાન
જ સ્વાદ આવવા લાગ્યો. કેમ કે અનેક દિવસો સુધી મારી મા મને મારી નાખશે એવું ચિંતન કર્યું છે. જરૂર મને મારી નાખવા કાંઇક ખવડાવી દીધું છે. આથી હવે હું બચીશ નહિ. આવી શંકાના કારણે જ એને થોડી જ વારમાં ઊલટીઓ થવા લાગી અને મરી ગયો. આવી જ રાબ તેના સાવકા ભાઇએ પીધી. તેનાથી તેનું શરીર પુષ્ટ બન્યું. કારણ કે તેને મા ઉપર દૃઢ વિશ્વાસ હતો.
અહીં છોકરો “મારી મા મને મારી નાખશે” એમ દરરોજ ચિંતન કરતો હતો. તેથી તેની આ શ્રદ્ધા દૃઢ થવા લાગી અને એક દિવસ તેને એનું ફળ મળી ગયું. એ પ્રમાણે નવકાર મંત્રના ફળનું જેમ જેમ ચિંતન વધે તેમ તેમ ફળ પ્રત્યે શ્રદ્ધા દૃઢ થવા લાગે. વર્તમાનમાં એક સાધકનો અનુભવ છે કે જ્યારે તે “એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો” એ પદોને મનમાં ગણે છે ત્યારે તેના આત્મામાં એવી શ્રદ્ધા જાગે છે કે હવે ચોક્કસ મારા બધા પાપોનો નાશ થઇ જશે. માટે છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે.
હવે આ વિષયને બીજી રીતે વિચારીએ. છેલ્લા ચાર પદો અપેક્ષાએ પંચપરમેષ્ઠી સંબંધી નમસ્કારની સ્તુતિરૂપ છે. કેમ કે તેમાં નમસ્કારના ફળનું વર્ણન છે. પંચપરમેષ્ઠી સંબંધી નમસ્કારની સ્તુતિ પરમાર્થથી પંચ પરમેષ્ઠીની સ્તુતિ છે. પંચ પરમેષ્ઠીની સ્તુતિ જેમ જેમ વધારે થાય તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય. આ રીતે પણ છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે.
શંકા- ૨૭૨. ચૂલિકાની રચના કોણે કરી ?
સમાધાન– ચૂલિકાની રચના અર્થથી શ્રી અરિહંત દેવોએ તથા સૂત્રથી શ્રી ગણધર ભગવંતોએ કરી છે. આથી જ શ્રાદ્ધદિનકૃત્યની ૧૫મી ગાથામાં નમસ્કાર મંત્રની રચના કરનારા અરિહંત-ગણધર વગેરેને પણ નમસ્કાર કરવો જોઇએ, એમ કહ્યું છે.
શંકા ૨૭૩. કલ્યાણ વર્ષ-૫૮, અંક-૮, નવેમ્બર-૨૦૦૧ માં આપ લખો છો કે ચૂલિકાની રચના અર્થથી શ્રી અરિહંત દેવોએ તથા સૂત્રથી શ્રી ગણધર ભગવંતોએ કરી છે. અહીં પ્રશ્ન થાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org