________________
શંકા-સમાધાન
સમાધાન અહીં પ્રથમ શબ્દનો પહેલો વિદ્યાર્થી, પહેલું પગથિયું, પહેલું ઘર, એમ ‘પહેલું' અર્થ નથી, કિંતુ ‘ઉત્કૃષ્ટ’ અર્થ છે. સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ છે.
શંકા- ૨૬૬. નમો અરિહંતાણં પદનો અર્થ “નમસ્કાર કરું છું” એવો થાય કે “નમસ્કાર થાઓ' એવો અર્થ થાય ? જો “નમસ્કાર થાઓ' એવો અર્થ થાય તો નમુત્યુર્ણ અને નમો અરિહંતાણં એ બેમાં ફરક શું છે ?
સમાધાન– નમો અરિહંતાણ પદનો “નમસ્કાર થાઓ” એવો અર્થ છે. નમો અરિહંતાણં પદમાં સામાન્યથી અરિહંતોને નમસ્કાર થાય છે અને નમ્રુત્યુણમાં અરિહંતોના ગુણોના વર્ણનપૂર્વક વિશેષથી નમસ્કાર થાય છે. આમ એ બંનેમાં ભેદ છે.
૧૧૬
શંકા- ૨૬૭. નમો અરિહંતાણં પદમાં “નમો” પદ મુખ્ય કે “અરિહંતાણં' પદ મુખ્ય ?
સમાધાન– અપેક્ષાએ નમો પદ મુખ્ય છે અને અપેક્ષાએ અરિહંતાણં પદ મુખ્ય છે. અરિહંતોનો યોગ થવા છતાં જો તેમને નમસ્કાર કરવામાં આવે, તો લાભ ન થાય, તેથી નમો પદની મુખ્યતા છે. નમસ્કાર ગમે તેને કરવાથી લાભ ન થાય, કિંતુ અરિહંત વગેરે ઉત્તમને નમસ્કાર કરવાથી લાભ થાય. આ ષ્ટિએ અરિહંતાણં પદ મુખ્ય છે.
શંકા- ૨૬૮. અરિહંતાણં નમો એમ બોલવામાં આવે કે નમો અરિહંતાણં એમ બોલવામાં આવે, તો પણ બંનેનો અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ, એવો એક જ સરખો અર્થ થાય છે, તો પછી અહીં અરિહંતાણં નમો એમ પાઠ શા માટે ન રાખ્યો ?
સમાધાન– નમઃ શબ્દનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર આરાધના છે અને અરિહંત આરાધ્ય એટલે આરાધનાને યોગ્ય છે. આરાધના અને આરાધ્ય એ બેમાં આરાધનાની મહત્તા વધારે છે. એમ સૂચવવા નમઃ પદ પહેલા મૂકવામાં આવ્યું છે. આરાધનાનું મહત્ત્વ એટલા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org