________________
શંકા-સમાધાન
૧૧૫
નવકારના ન હોવાથી ઉક્ત શિલાલેખથી નવકારને શાશ્વત માનવામાં કોઇ હરકત આવતી નથી.
હવે ‘અરહંત' શબ્દનો અર્થ વિચારીએ– अरिहंति वंदण - नंमसणाइ अरिहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चति ॥
“જેઓ વંદન-નમસ્કારને યોગ્ય છે, જેઓ પૂજા-સત્કારને યોગ્ય છે અને જેઓ સિદ્ધિગમનને યોગ્ય છે, તે અરહંત અર્થાત્ અર્હત્ કહેવાય છે.’’
અર્હત્, અનંત, અરહત, અરિહંત અને અનંત એ બધા શબ્દ સમાન અર્થવાળા છે.
શંકા- ૨૬૪. પંચપરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ? સમાધાન– મંગલના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. દહીંનું ભક્ષણ વગેરે દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર ભાવમંગલ છે. (૧) દ્રવ્યમંગલ કેવળ ભૌતિકસુખ અને ભૌતિકસુખના સાધનો આપે છે. ભાવમંગલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપવા સાથે શાંતિ પણ આપે છે. (૨) કેવળ દ્રવ્યમંગળથી મેળવેલા ભૌતિકસુખોથી પરિણામે આત્મા દુર્ગતિમાં જાય અને અનેક દુઃખો ભોગવે. આ ભાવમંગલ ભૌતિકસુખો આપવા સાથે વિરાગભાવ પણ આપે છે. એથી ભૌતિકસુખો ભોગવવા છતાં આત્મા દુર્ગતિમાં જતો નથી અને સમ્યગ્દર્શન આદિની આરાધના કરીને થોડા જ સમયમાં મોક્ષ પામે છે. (૩) જેને કેવળ દ્રવ્યમંગલથી ભૌતિકસુખો મળ્યા હોય તે જીવ દુઃખમાં સમાધિ ન રાખી શકે. આ ભાવમંગલથી જેને સુખો મળ્યાં હોય તે દુ:ખમાં સમાધિ રાખી શકે છે. (૪) દ્રવ્યમંગલ પુણ્યોદય હોય તો જ ફળે, અન્યથા ન ફળે. જ્યારે આ નમસ્કાર મંગલ તો નવા પુણ્યોદયને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ નમસ્કાર સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
શંકા- ૨૬૫. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે, એ અર્થમાં પ્રથમ શબ્દનો શો અર્થ છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org