________________
શંકા-સમાધાન
सट्ठिसयं विजयाणं पयराणं जत्थ सासओ कालो । तत्थ वि जिणनवकारो इय एस पढिज्जइ निच्चं ॥ પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો કે જ્યાં શાશ્વત કાળ છે, ત્યાં પણ આવા પ્રકારનો આ જિનનમસ્કાર નિત્ય(=સદા કાળ) ભણાય છે. (નમસ્કાર ફલ પ્રકરણ-ગાથા-૧૩)
આ ગાથામાં “આવા પ્રકારનો આ જિનનમસ્કાર' એમ કહીને નમસ્કાર મહામંત્રને શાશ્વત જણાવ્યો છે. આવા પ્રકારનો” એટલે ભરતક્ષેત્રમાં જેવો છે તેવા પ્રકારનો. આ અર્થ પ્રમાણે શબ્દોની સમાનતા સિદ્ધ થાય છે. ભરતક્ષેત્રમાં જેવા પ્રકા૨નો નવકાર ગણાય છે તેવા જ પ્રકારનો નવકાર ૧૬૦ વિજયોમાં સદા ગણાય છે. एसो अणाइ कालो अणाइ जीवो अणाइ जिणधम्मो । तइया वि ते पढंता एसु च्चिय जिणनमुक्कारं ॥
આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિનધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્ય જીવો વડે ભણાય છે. (નમસ્કાર ફલ પ્રકરણ-ગાથા-૧૬)
આ ગાથામાં નમસ્કાર મહામંત્ર અનાદિ (શાશ્વત) છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. જિનધર્મ અનાદિ છે એટલે જિનધર્મના સ્થાપક અરિહંતો પણ અનાદિ છે એ નિશ્ચિત થયું. અરિહંતો અનાદિ સિદ્ધ થયા, એટલે પંચપરમેષ્ઠી પણ અનાદિ સિદ્ધ થયા, તથા પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનાર ચતુર્વિધ સંઘ પણ અનાદિ સિદ્ધ થયો. આમ નમસ્કાર મહામંત્ર અનાદિ (શાશ્વત) છે એમ સિદ્ધ થાય છે. આથી જ પ્રસ્તુત ગાથામાં જ્યારથી જૈનધર્મ છે ત્યારથી આ નવકાર મંત્ર ભવ્ય જીવો વડે ભણાય છે એમ જણાવ્યું છે.
ઉપાધ્યાય શ્રી લાભકુશળજી મહારાજ નવકાર મંત્રના છંદમાં જણાવે છે કે–
૧૧૩
આગે ચોવીશી હુઇ અનંતી, હોશે વાર અનંત
નવકાર- તણી કોઇ આદિ ન જાણે, ઇમ ભાખે ભગવંત |
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org