________________
શંકા-સમાધાન
૧૧૧
સમાધાન– નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે, અર્થાત્ નમસ્કાર મહામંત્ર અનાદિ-અનંત છે. આથી નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી એ પ્રશ્ન જ રહેતો નથી. નમસ્કાર મહામંત્ર શબ્દથી નિત્ય છે અને અર્થથી પણ નિત્ય છે=શાશ્વત છે. કોઇ પણ તીર્થંકરના કાળમાં નમસ્કાર મહામંત્રના જે શબ્દો છે તે જ શબ્દો રહે છે. તેમાંથી એક પણ શબ્દ વધતો નથી કે ઘટતો નથી. તથા શબ્દોમાં ફેરફાર પણ થતો નથી. અર્થ પણ દરેક તીર્થંકરના કાળમાં એકસરખો જ રહે છે. જેવી રીતે દરેક ચોવીસીમાં લોગસ્સ સૂત્રના શબ્દોમાં ફેરફાર થઇ જાય તેમ નમસ્કાર મહામંત્રના શબ્દોમાં ફેરફાર ન થાય.
શંકા- ૨૬૨. નમસ્કાર મંત્ર શું સૂત્ર છે ? કે મંત્ર છે ? આમાં વાસ્તવિકતા શું છે ? કૃપા કરીને બતાવો કે, આપણા આગમસૂત્રો આ વિષયમાં શું કહે છે ?
સમાધાન– વર્તમાનમાં વિદ્યમાન ૪૫ આગમોમાં છ છેદસૂત્રો છે. તેમાં મહાનિશીથ નામનું એક છેદસૂત્ર છે. તેમાં નવકાર મંત્રને પંચમંગલ મહાશ્રુત સ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. સ્કંધ એટલે શ્રુતનો મહાન એક ખંડ(=વિભાગ), અર્થાત્ નવકારમંત્ર શ્રુતનો એક મહાન ખંડ છે. પૂર્વે કહ્યું તેમ તેના ઉપર ભૂતકાળમાં નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓની રચના થઇ હતી.
મહાનિશીથ સૂત્રમાં ઉપધાન કર્યા સિવાય નમસ્કાર મંત્રને ભણવાનો નિષેધ કર્યો છે. ઉપધાન કર્યા સિવાય નમસ્કાર મંત્રનું પઠન અવિધિપૂર્વકનું છે. આથી ઉપધાન વહન કર્યા વિના નમસ્કાર મંત્રનું જેમણે અધ્યયન કરી લીધું છે, તેમણે અનુકૂળતાએ યથાશક્ય જલદી ઉપધાન વહન કરી લેવા જોઇએ. વર્તમાનકાળમાં લાભ-હાનિનો વિચાર કરીને પૂર્વાચાર્યોની આચરણાથી ઉપધાન તપ વિના પણ શ્રી નમસ્કાર સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે છે. આમ છતાં જેઓ ઉપધાન તપની શ્રદ્ધાને(=ઉપધાન કરવા જોઇએ એવી શ્રદ્ધાને) ધારણ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International