________________
૧ ૧ ૨.
શંકા-સમાધાન
કરતા નથી, તથા સંયોગો મળે ત્યારે ઉપધાનતપને આચરવાની ભાવના ધરાવતા નથી, તેમને જિનાજ્ઞાના વિરાધક માનેલા છે.
પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા સ્વરૂપ નવકારને મંત્ર કહેવામાં આવે છે. કારણ કે મંત્રનો અર્થ તેમાં ઘટે છે. મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર. નવકારનું મનન કરવાથી જીવોનું અવશ્ય રક્ષણ થાય છે. મહાનિશીથસૂત્રમાં નવકારને સર્વ મહામંત્રોમાં બીજ તરીકે વર્ણવ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે- નમો રિહંતા સત્તરપરિમા अणंतगमपज्जवत्थपसाहगं सव्वमहामंतपवरविज्जाण परमबीअभूअं नमो અરિહંતાણ એ (પ્રથમ અધ્યયન) સાત અક્ષરના પરિમાણવાળું, અનંતગમ, પર્યવ અને અર્થના પ્રકર્ષને સાધનારું તથા સર્વ મહામંત્રી અને સર્વ પ્રવર વિદ્યાઓનું બીજ છે.”
જે મહામંત્રોનું બીજ હોય તે સ્વયં મહામંત્ર સ્વરૂપ હોય તેમાં તો શું કહેવું ? આમ નવકાર મહામંત્ર સ્વરૂપ છે, એ આગમથી સિદ્ધ થાય છે.
શંકા- ૨૬૩. કલ્યાણ વર્ષ-૫૮, અંક-૮, નવેમ્બર-૨૦૦૧માં આપ લખો છો કે, નમસ્કાર મહામંત્ર શબ્દથી અને અર્થથી પણ શાશ્વત છે. અહીં પ્રશ્ન થાય છે કે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ ૨૦૦ વર્ષ બાદ રાજા ખારવેલનો શિલાલેખ લખાયો છે. તેમાં નમો અરહંતાણં ઉલ્લેખ છે તથા આજથી ૨૦૦૦ વર્ષનો પ્રાચીન શિલાલેખ મથુરાના મ્યુઝિયમમાં છે, તેમાં પણ નો. મરદંતામાં એવો ઉલ્લેખ છે. મરદંતાળ ના સ્થાને અરિહંતાણ બોલવાથી શબ્દ અને અર્થ બંને બદલાઈ જાય છે. તો નવકારને શાશ્વત કેવી રીતે ગણાય ? આમાં સત્ય શું છે ?
સમાધાન- અહીં પહેલાં નમસ્કાર મહામંત્ર શાશ્વત છે, તેની વિચારણા કરીને પછી ઉક્ત પાઠભેદ અંગે વિચારણા કરવી વધુ યોગ્ય ગણાય.
નમસ્કાર મહામંત્ર શાશ્વત છે તે અંગેના શાસ્ત્રપાઠો નીચે મુજબ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org