________________
શંકા-સમાધાન
શંકા- ૧૧૩. જિનમંદિરમાં જિનમૂર્તિ સામ-સામે હોય તેથી પૂજા-દર્શન કરતાં જિનમૂર્તિને પુંઠ પડે, તેથી આ રીતે મૂર્તિ સ્થાપના યોગ્ય ગણાય ખરી ?
૪૪
સમાધાન પુંઠ પડે એ રીતે એકદમ સામ-સામે જિનમૂર્તિની સ્થાપના યોગ્ય જણાતી નથી.
શંકા- ૧૧૪. નવા બનતા દેરાસરમાં પ્રતિમાજી નવા બિરાજમાન ક૨વા કે પ્રાચીન ?
સમાધાન પહેલા નંબરમાં પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન કરવા જોઇએ. પ્રાચીન પ્રતિમાજી મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. સંઘે પણ જો પ્રાચીન પ્રતિમાજી વધારે હોય તો નવા દહેરાસરમાં આપવા જોઇએ. આજે ઘણા સ્થાને મંદિરમાં પ્રતિમાજી ઘણા હોય છે અને પૂજા કરનારાઓ હોતા નથી કે બહુ જ થોડા હોય છે. આથી મોટા ભાગે પૂજારીઓ જ પ્રતિમાજીની પૂજા કરતા હોય છે. આજે અપવાદને છોડીને મોટા ભાગે પૂજારીઓ દ્વારા થતી પૂજામાં ભગવાનની આશાતના થતી હોય છે. છતાં ટ્રસ્ટીઓ નવા થતા દહેરાસરમાં પ્રતિમાજી આપતા નથી. આ બરોબર નથી. પ્રયત્ન કરવા છતાં પ્રાચીન પ્રતિમાજી ન મળે તો નવા પ્રતિમાજી બિરાજમાન કરી શકાય.
શંકા- ૧૧૫. આજે જ્યાં જૈનોનાં ઘરો ન હોય, ત્યાં પણ જિનમંદિરો બની રહ્યા છે તે યોગ્ય છે ?
સમાધાન– જયાં જૈનોનાં ઘરો ન હોય ત્યાં જિનમંદિરો બંધાવવા એ યોગ્ય જણાતું નથી. કારણ કે ત્યાં પ્રભુજીની આશાતના વગે૨ે ઘણા દોષો થવાનો સંભવ છે તથા ત્યાં જિનમંદિર બનાવવામાં સંપત્તિનો જેટલો વ્યય થાય તેટલી સંપત્તિનો ઉપયોગ જ્યાં જૈનોનાં ઘરો હોય અને જિનમંદિર ન હોય, ત્યાં જિનમંદિર-ઉપાશ્રય બનાવવામાં આવે તો વધારે લાભ થાય. હા, હજી તીર્થયાત્રા માટે જતા-આવતા યાત્રિકો-મુસાફરો વચ્ચે વિશ્રામ કરી શકે તેવું સ્થાન હોય, ત્યાં યાત્રિકો-મુસાફરો વિશ્રામ કરે અને દર્શન-પૂજનનો લાભ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International