________________
શંકા-સમાધાન
પ૭
સમાધાન– તે શ્રાવક અર્થો કે તેથી વધારે ખર્ચ આપે છે. તેથી સંઘ તેને એવો લાભ આપી શકે. પૂર્વે આ પ્રમાણે લાભ અપાયાના પ્રસંગો બન્યા છે. તે રીતે અંજનશલાકાનો દેવની ભક્તિમાં ઉપયોગ કરવા અંદાજિત ખર્ચ આપે તો તેને એકાદ આદેશ અપાય. સાધર્મિકવાત્સલ્ય આદિ માટે આ રકમનો ઉપયોગ ન થાય.
કોઈ એમ કહે કે- આમાં દેવદ્રવ્યની હાનિ થાય, તો તે પણ બરોબર નથી. કેમ કે અર્ધા કે તેથી વધારે લાભ લીધા પછી આવા એકાદ-બે લાભ અપાય છે. એણે જે રકમ આપી છે તેનો દેવની ભક્તિમાં જ ઉપયોગ થયો છે. એટલે તેણે દેવદ્રવ્યમાં જ આપ્યું ગણાય.
શંકા- ૧૪૯. પૂજારીઓના પગાર ઓછા હોય તો તેમને દેરાસરના ચોખા-શ્રીફળ સસ્તા ભાવે આપી શકાય ?
સમાધાન– પૂજારીઓના પગાર ઓછા હોય તો સાધારણ ખાતાની આવક વધારીને પગારમાં વધારો કરી શકાય, પણ તેમને ચોખા-શ્રીફળ સસ્તા ભાવે ન આપી શકાય. બજારમાં જે ભાવ ઉપજતો હોય તે ભાવથી તેમને આપવામાં હરકત નથી.
શંકા– ૧૫૦. કોઈ સંઘમાં દેરાસરમાં લાઈટ રખાતી હોય અને એનું બિલ સાધારણ ખાતામાંથી ચૂકવાતું હોય. દેરાસરમાં લાઇટના બદલે દીપકનો ઉપયોગ કરવામાં ખર્ચ વધે. સાધારણ ખાતાની આવક પરિમિત હોવાથી દીપકમાં થતાં ખર્ચને પહોંચી વળાય નહિ. આવા સંયોગોમાં લાઈટ કાઢીને દેવદ્રવ્યમાંથી દીપક રાખવાનો ઉપદેશ આપી શકાય ?
સમાધાન- આવા સંયોગોમાં સાધારણની આવક વધારીને લાઈટના સ્થાને દીપકનો ઉપયોગ કરી શકાય એવો ઉપદેશ આપવો જોઇએ. ઈલેક્ટ્રીકની મહહિંસાથી ઉત્પત્તિ, તેના ઉપયોગ વખતે ઉડતી જીવાતો વગેરેની હિંસા, તેના તેજથી પ્રતિમાજીને નુકસાન વગેરે અનેક કારણોથી જિનમંદિરમાં લાઈટનો ઉપયોગ ન કરવો જોઇએ તથા દેવદ્રવ્યનો જિનમંદિર નિર્માણ અને જિનમંદિરનો ઉદ્ધાર આ બે સિવાય ક્યાંય ઉપયોગ ન કરવો જોઇએ. આથી દેવદ્રવ્યમાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org