________________
૧૦૨.
શંકા-સમાધાન
સમાધાન– તીર્થકર સિવાયના કેવલી ભગવંતોની પંચ પરમેષ્ઠીમાં સાધુ પદમાં ગણતરી કરાય છે. જયાં સુધી શિષ્યને કેવલજ્ઞાન થયું છે, એવું ગુરુ જાણે નહિ ત્યાં સુધી કેવલી પણ ગુરુને વંદન કરે.
શંકા- ૨૩૮. ભગવાન જે નગરાદિમાં પધારે તેના સમાચાર આપનારને ચક્રવર્તી વગેરે કેટલું દાન આપે ?
સમાધાન- ભગવાન જે નગર વગેરેમાં પધારે તેના સમાચાર આપનાર પુરુષને ચક્રવર્તી વગેરે વૃત્તિદાન અને પ્રીતિદાન આપે છે. તે આ પ્રમાણે- ચક્રવર્તી વૃત્તિદાનમાં સાડાબાર લાખ સુવર્ણ આપે અને પ્રીતિદાનમાં સાડાબાર ક્રોડ સુવર્ણ આપે. વાસુદેવ સાડાબાર લાખ અને સાડાબાર ક્રોડ રૂડું આપે. માંડલિક રાજા સાડાબાર હજાર અને સાડાબાર લાખ રૂપે આપે.બીજા શેઠ શાહુકારો પણ પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર વૃત્તિદાન તથા પ્રીતિદાન આપે.
શંકા- ૨૩૯. હમણાં હમણાં સાધુ-સાધ્વીજી ભગવંતો ‘ત્રિશલામાતા” તથા “વામામાતાનો થાળ પ્રભુ સમક્ષ ધરવાનું અનુષ્ઠાન કરાવતા જોવા મળે છે. આ અનુષ્ઠાનમાં ભગવાનના માતા-પિતા બનાવી ભગવાનની આગળ ભોજનનો થાળ ધરવામાં આવે છે અને સ્તવન આદિ ગાઇને ભગવાનને જમાડવામાં આવે છે. આ પ્રવૃત્તિ યોગ્ય છે ?
સમાધાન– આ પ્રવૃત્તિ લૌકિક ધર્મમાં કરાતા અન્નકૂટનું અનુકરણ છે. આ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત નથી. આજે શાસ્ત્રવિહિત ન હોય અને પૂર્વ મહાપુરુષોની આચરણ સ્વરૂપ પણ ન હોય તેવી પ્રવૃત્તિઓ વધતી જાય છે. આજે સ્વમતિ મુજબ ધર્મ કરવાનું વધતું જાય છે. સ્વમતિ મુજબ થતો ધર્મ સંસારનું કારણ બને છે. પંચાશક ગ્રંથમાં જિનબિંબ વિધિ પંચાશકની ૧૩મી ગાથામાં કહ્યું છે કે- “સાધુધર્મ સંબંધી કે શ્રાવકધર્મ સંબંધી જે કોઈ પ્રવૃત્તિ સ્વમતિ પ્રમાણે થાય તે આજ્ઞારહિત હોવાથી સંસારનું કારણ બને છે. કારણ કે સંસારનો પાર પામવાનાં સાધનોમાં આજ્ઞા જ પ્રમાણ છે, અર્થાત સંસારનો પાર પામવાના સાધનો પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ સંસારનો પાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org