________________
૧૦૦
શંકા-સમાધાન વર્તમાનમાં અંજનશલાકા આદિની પત્રિકામાં આશીર્વાદ આપતી મુદ્રાવાળી પ્રતિકૃતિ છપાય છે તે યોગ્ય છે.
સમાધાન- સર્વપ્રથમ વાત તો એ છે કે પત્રિકામાં પરમાત્માની પ્રતિકૃતિ છપાય એ જ યોગ્ય નથી. કારણ કે તેનાથી પરમાત્માની મહા આશાતના થાય છે. બાકી પરમાત્માની પ્રતિકૃતિ યોગમુદ્રાવાળી હોય કે આશીર્વાદ આપતી મુદ્રાવાળી હોય એમાં કોઈ વિરોધ નથી.
શંકા- ૨૩૩. પરમાત્માની હાજરીમાં દીક્ષા વખતે રાજકુમાર આદિ પ્રભુનું પૂજન કરતા હશે કે નહિ? ગણધર ભગવંત આદિનું ગુરુપૂજન કરતા હશે કે નહિ ?
સમાધાન- આચારાંગ નિયુક્તિની ૩૩૩મી ગાથામાં તીર્થકર ભગવંતો વગેરેનું સુગંધી દ્રવ્યોથી પૂજન કરવાનું વિધાન છે. આથી પરમાત્માની હાજરીમાં દીક્ષા વખતે રાજકુમાર વગેરે પ્રભુનું અને ગણધરોનું પૂજન કરતા હશે એમ સંભવે છે.
શંકા- ૨૩૪. જિનેશ્વરોના કલ્યાણકોમાં જીવોને કેટલા કાળ સુધી સુખ થાય ? નિગોદના જીવોનેય શાતા થાય, તેવો શાસ્ત્રપાઠ મળે છે ખરો ?
સમાધાન– વીતરાગ સ્તોત્રની અવરિમાં એક મુહૂર્ત સુધી સુખ થાય એમ જણાવ્યું છે. જન્મકલ્યાણક સ્તવનમાં અંતમુહૂર્ત સુધી સુખ થાય એમ જણાવ્યું છે. નિગોદના જીવોને શાતા થાય તેવો સ્પષ્ટ પાઠ મારા જોવામાં આવ્યો નથી. પણ “આ મહાન કલ્યાણકોમાં ત્રણે ભુવનમાં સર્વ જીવોને આનંદ થાય છે” તેવો પાઠ પંચાશક (૩૦) વગેરે ગ્રંથોની ટીકામાં છે. આ જ પાઠમાં સર્વ શબ્દનો ઉલ્લેખ હોવાથી નિગોદના જીવો પણ આવી જાય.
શંકા- ૨૩૫. અનાગત ચોવીસીના કેટલાક જિનોના નામમાં ફેર આવે છે ?
સમાધાન– અનાગત ચોવીસીના ચાર જિનોના નામમાં ફેર આવે છે. તે આ પ્રમાણે- કોઇ ગ્રંથમાં છઠ્ઠા જિનનું દેવસુત નામ છે, મતાંતરથી દેવગુપ્ત નામ છે. દશમા જિનનું શતકીર્તિ નામ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org