________________
શંકા-સમાધાન
૧૦૧
મતાંતરથી શતક નામ છે. ઓગણીસમા જિનનું યશોધર નામ છે, મતાંતરથી અનિવૃત્તિ નામ છે. એકવીસમા જિનનું મલ્લ નામ છે, મતાંતરથી વિમલ નામ છે.
શંકા- ૨૩૬. ભગવાનને “તું શા માટે કહેવાય છે? ભગવાનને તુંથી સંબોધન કરાય છે તે અરિહંતપણું અને સિદ્ધપણું બનેને સામે રાખીને કરાય છે કે માત્ર સિદ્ધપણાને સામે રાખીને કરાય છે ? સાક્ષાત્ અરિહંત પરમાત્માને તુંકારથી સંબોધન કરી શકાય ? ન કરી શકાય તો શા કારણે ?
સમાધાન– વ્યવહારમાં અધિક-સ્નેહ-પ્રેમ વ્યક્ત કરવા માટે “તું” શબ્દનો પ્રયોગ માતા માટે થાય છે. પુત્ર પિતાને “તમે કહે છે અને માતાને “તું” કહે છે, તેમ અહીં પણ અરિહંત પરમાત્મા માતા કરતા પણ અધિક ઉપકારી હોવાથી ભક્ત ભગવાન પ્રત્યે પોતાના હૃદયમાં રહેલા સ્નેહ-પ્રેમને વ્યક્ત કરવા માટે “તું” શબ્દથી સંબોધે છે. “તું” શબ્દથી સંબોધન અરિહંતપણાને સામે રાખીને કરાય છે. આથી પ્રભુની સ્તુતિ વગેરેમાં ગ્રંથકારોએ તું શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ કે
તું હિ બ્રહ્મા, તું હિ વિધાતા, તું જગતારણહાર ! તું જ સરિખો નહિ દેવ જગતમાં, અડવડિયા આધાર |
સાક્ષાત્ અરિહંત પરમાત્માને પણ અરિહંત પરમાત્માની સ્તુતિ કરવી હોય ત્યારે “તું” શબ્દનો પ્રયોગ કરી શકાય. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં ઈન્દ્ર વગેરે અરિહંત પરમાત્માની સ્તુતિ કરે છે. ત્યારે અનેક સ્થળે વં() શબ્દનો પ્રયોગ થયો છે પણ જ્યારે અરિહંત પરમાત્માને કંઈ પૂછવું હોય કે કંઈ કહેવું હોય, ઇત્યાદિ પ્રસંગમાં “તું” શબ્દનો પ્રયોગ ન કરી શકાય. કારણ કે તેમાં “તું” શબ્દનો પ્રયોગ અત્યંત અયુક્ત ભાસે છે.
શંકા- ૨૩૭. પંચપરમેષ્ઠીપદમાં કેવલી ભગવંતનું સ્થાન ક્યાં ગણાય? કેવળજ્ઞાન થયા બાદ કેવળી પોતાના ગુરુને વંદન કરે કે નહિ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org