________________
૧૦૬
શંકા-સમાધાન
શંકા- ૨૪૬. શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જયોતિષીએ કાઢ્યું હતું ? અને કાર્યું હતું તો કયા જયોતિષીએ કાઢ્યું આનો ઉલ્લેખ ક્યાં આવે છે તે જણાવવા કૃપા કરશો.
સમાધાન– શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જ્યોતિષીએ કાઢ્યું હતું, એવું મારા વાંચવામાં આવ્યું નથી. સામાન્યથી તીર્થકરો માટે એ નિયમ છે કે તીર્થકર દીક્ષા લેવાના હોય એનાથી ૧૨ મહિના પહેલા (૧ વર્ષ પહેલા) લોકાંતિક દેવો તેમની પાસે આવીને હે ભગવંત આપ તીર્થને પ્રવર્તાવો એવી વિનંતી કરે છે. પછી ભગવાન ૧૨ મહિના (૧ વર્ષો સુધી વરસીદાન આપીને દીક્ષા લેતા હોય છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે કોઈપણ તીર્થંકરની દીક્ષાનું મુહૂર્ત જ્યોતિષીઓ કાઢતા નથી.
શંકા- ૨૪૭. ભગવાન શ્રી નેમિનાથે શત્રુંજયની યાત્રા કરી નથી, એ સાચું હોય તો તેનું શું કારણ હોઈ શકે? તેઓ તો નજીકના જ નગર જૂનાગઢના વાસી હતા.
સમાધાન– તીર્થકરોનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે. એટલે કે એમને જ્ઞાનમાં જે યોગ્ય જણાય તે કરે. નેમિનાથ ભગવાને પોતાના જ્ઞાનમાં શત્રુંજયની યાત્રા કરવાનું જોયું નહોતું માટે શત્રુંજયની યાત્રા ન કરી.
રથયાત્રા સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૪૮. રથયાત્રા આદિના ધાર્મિક વરઘોડામાં આજકાલ બેન્ડવાળા ધાર્મિક ગીતો ગાય છે. એમના પગમાં પગરખાં હોય છે. એમના મુખની શુદ્ધિ હોવાનો પણ સંભવ નથી. ક્યારેક ધૂમ્રપાન પણ ચાલુ હોય છે તો આવી રીતે રસ્તે ચાલતાં ચાલતાં પ્રભુનું સ્તવન બોલાય તે યોગ્ય છે ? તેઓ સિનેમાનાં ગીતો બોલે તેના કરતાં ધાર્મિક ગીતો બોલે તે સારું છે, એમ કેટલાક કહે છે, તો આમાં યોગ્ય શું છે ?
સમાધાન- જો સંઘના આગેવાનો-કાર્યકર્તાઓ આ અંગે પ્રયત્ન કરે, તો પગમાં પગરખાં, મુખની અશુદ્ધિ, ધૂમ્રપાન, માઈકનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org