________________
શંકા-સમાધાન
હોય. આવી અનેકા અનેક વાતો અન્ય સંસર્ગથી (આપણામાં) આવી હોય એમ લાગે છે.” ' હવે દીર્ઘ વિચારણા કરતાં મને આ વિષે જે યોગ્ય જણાય છે તે પ્રસ્તુત કરું છું- જૈનશાસનમાં ચૌદ પૂર્વો હતા. એ ચૌદ પૂર્વેમાં એવો કોઈ વિષય ન હતો કે જેનું વર્ણન ન હોય. આથી હોમહવનની વાત પણ ચૌદ પૂર્વેમાં હશે. પણ તેનો ઉપયોગ શાસનની રક્ષા-પ્રભાવનાના કાર્યો માટે ક્યારેક જ ગીતાર્યો કરતા હશે. પૂર્વે નષ્ટ થયા પછી પણ ગુરુપરંપરામાં આ વિધિ આવતો હશે અને તેવા અવસરે ગીતાથ તેનો ઉપયોગ કરતા હશે.
સમય જતાં આચાર્યોએ સ્મરણશક્તિની હાનિ આદિને લક્ષમાં રાખીને એ વિધિને ગ્રંથસ્થ ક્ય. આથી એનો સર્વથા નિષેધ કરવો યોગ્ય નથી. હા, તેમાં વિવેક જરૂર રાખવો જોઇએ. તેની તેવી જાહેરાતો વગેરે ન થવું જોઇએ.
હોમ-હવનની રાખમાં ઘણી શક્તિ હોય છે. આમ છતાં તેનો ગમે તે રીતે ઉપયોગ ન થવો જોઇએ. શાસનના વિશિષ્ટ કાર્યો માટે જ તેનો ઉપયોગ થવો જોઇએ. તેથી ગૃહસ્થોને રાખ આપવાનું યોગ્ય જણાતું નથી. દરેકની વિચારદષ્ટિ ભિન્ન ભિન્ન હોય છે. એથી કોઇક આચાર્ય વગેરેને આ યોગ્ય લાગતું હોય એ સંભવિત છે. પણ સંયમજીવનની મર્યાદાને નજર સમક્ષ રાખતાં મને આ યોગ્ય જણાતું નથી. કારણ કે ગાઢ બિમારી સિવાય વાસક્ષેપ પણ ગૃહસ્થોને આપી શકાય નહિ તો પ્રભાવનાની જેમ રાખ બધાને કેમ આપી શકાય? આ રીતે જ સાધુઓના આચારોમાં ક્ષતિઓ પેસવા માંડે છે. જુઓ! હોમ-હવનનો પ્રવેશ થયો એટલે રાખ આપવાનું પણ શરૂ થયું.
શંકા- ૧૭૭. અનીતિનું ધન પ્રતિષ્ઠા-અંજનશલાકા જેવા અનુષ્ઠાનોમાં વાપરવું તે શાસ્ત્રદષ્ટિએ યોગ્ય છે ? તેના વગર મોટા અનુષ્ઠાનો શક્ય જ નથી તો શું કરવું ?
સમાધાન– શાસ્ત્રકારોએ ધર્મમાં નીતિનું ધન વાપરવાનું કહ્યું છે. એથી પ્રતિષ્ઠા વગેરેમાં નીતિનું ધન વાપરવાથી ધર્મ શુદ્ધ બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org