________________
૯૫
શંકા-સમાધાન (૩) ઉપસર્ગ થયો ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાન કોઈ નગરની પાસે
આવેલા તાપસના આશ્રમની પાસે એક કૂવાની પાસે વડવૃક્ષની
નીચે કાયોત્સર્ગ મુદ્રામાં રહેલા હતા. (૪) ધરણેન્દ્ર ઉપસર્ગ નિવારીને કરેલી ઉત્તમ ભક્તિની સ્મૃતિ માટે
ધરણેન્દ્ર અને પાર્શ્વનાથ ભગવાન એ બંનેને એક જ પ્રતિમામાં
દેખાડવામાં આવે છે. (૫) ફણા શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની સાથે હોવી જ જોઈએ એવો
નિયમ નથી. ઘણા સ્થળે ફણા વિનાની શ્રી પાર્શ્વનાથ પ્રભુની
મૂર્તિ જોવામાં આવે છે. (૬) ફણાની પૂજા કરવાની જરૂર નથી. પ્રભુની નવ અંગ સિવાય
ક્યાંય પૂજા કરવાની નથી. (૭) ધરણેન્ટે કરેલી ભક્તિની સ્મૃતિ માટે ફણા રાખવામાં આવે છે.
આથી પદ્માસનમુદ્રામાં પણ ફણા રાખવામાં કોઈ દોષ નથી. ભગવાનને ફણા ઉપર બિરાજમાન કરવાની કોઈ જરૂર નથી. આમ છતાં કોઈ સ્થળે ભગવાનને ફણા ઉપર બિરાજમાન કર્યા હોય તો દોષ પણ નથી. શંકા- ૨૨૫. કોઈ સ્થળે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર ફણા જોવામાં આવે છે. એમને કોઈ ઉપસર્ગ થયો ન હતો. છતાં ફણા શા માટે ?
સમાધાન- આ વિષે શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે- “શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં વૃદ્ધિ પામતાં માતાએ સ્વપ્રમાં એક, પાંચ ને નવ ફણાવાળા નાગની શય્યામાં પોતાને સૂતેલાં જોયાં. શ્રી પૃથ્વીદેવી માતાએ તે અવસરે સ્વપ્રમાં જેવો મોટો સર્પ જોયો હતો તેવો મોટો સર્પ શક્રેન્દ્ર શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના મસ્તક ઉપર બીજા છત્રની જેમ ધારણ કર્યો. ત્યારથી આરંભીને સમવસરણોમાં અને અન્ય સ્થાનોમાં પણ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના મસ્તક ઉપર એક, પાંચ અને નવ ફણાની રચના થઈ.” શ્રી સતિશતક સ્થાનક ગ્રંથમાં પણ આવા જ ભાવનું કથન કરવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org