________________
શંકા-સમાધાન
ચલિત થઈ જાય છે તો એ જ આકર્ષણશક્તિથી ભૂમિ પરના પર્વતો, મકાનો વગેરે નિશ્ચલ વસ્તુઓ કેમ ચલિત થતી નથી?
સમાધાન– આ પ્રશ્નમાં જ ઘણી ગેરસમજ છે. તીર્થંકર નામકર્મના પુદ્ગલ સ્કંધો સમસ્ત વિશ્વમાં વીજળી વેગે વ્યાપી જાય છે એ સિદ્ધાંત જ ખોટો છે. આત્મામાંથી છૂટા પડેલા તીર્થંકર નામકર્મના પુગલસ્કંધો જીવ જયાં હોય તેની આસપાસ વિખેરાઈ જાય છે, ફેલાઈ જાય છે, સમસ્ત વિશ્વમાં ફેલાતા નથી. આમ છતાં તીર્થકર નામકર્મના ઉદયના પ્રભાવથી જ સિહાસનો કંપે છે. અહીં બીજી વાત એ છે કે કેમ આત્માની સાથે રહેલા હોય ત્યારે ફળ આપે છે. આત્મામાંથી છૂટા થયા પછી નહિ. આથી જ તત્ત્વાર્થ સૂત્રમાં તત નિર્જરા એમ કહ્યું છે. આનો અર્થ એ છે કે ફળ મળ્યા પછી કર્મોની નિર્જરા થાય છે. નિર્જરા એટલે કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડી જવું. કમનું ઉદયમાં આવવું એટલે ફળ આપવા માટે કર્મોનું તત્પર બનવું. આથી પહેલાં કર્મો ઉદયમાં આવે છે એટલે કે પોતાનું ફળ આપે છે પછી આત્માથી છૂટા પડે છે. આ રીતે જોઇએ તો આત્માથી છૂટા પડેલા કર્મો વિશ્વમાં ફેલાતા હોય તો પણ ફળ આપતા નથી. ફળ તો પહેલા આત્મામાં હતા ત્યારે જ આપી દીધું છે. આટલા વિવેચનથી “એ જ આકર્ષણશક્તિથી ભૂમિ પરના પર્વતો, મકાનો વગેરે નિશ્ચલ વસ્તુઓ કેમ ચલિત થતી નથી એ પ્રશ્નનું સમાધાન આવી જાય છે. જે કર્મનું જે ફળ હોય તે કર્મના ઉદયથી તે જ ફળ મળે. તીર્થકર નામકર્મનું ફળ ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય વગેરે છે, પર્વતો વગેરે ચલાયમાન થાય એ તીર્થકરના નામકર્મનું ફળ છે જ નહિ. માટે એના ચલિત બનવાનો સવાલ જ રહેતો નથી.
શંકા- ૨૨૮. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે દિશાઓ સૌમ્ય બની જાય છે, પક્ષીઓ “જય જય” બોલે છે, વાયુ અનુકૂળ વાય છે, પૃથ્વી ધન-ધાન્યથી ભરપૂર બને છે. આ બધું કુદરતી બને છે કે તીર્થકર નામકર્મના પુણ્ય પ્રભાવથી બને છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org