________________
શંકા-સમાધાન
૯૩
શંકા– ૨ ૨ ૨. ધરણેન્દ્રની પ્રભુભક્તિનું સ્મરણ થાય એ માટે ફણા રાખવામાં આવે છે તો સ્મરણ હૃદયમાં રખાય, મસ્તક પર તો ન
જ રખાય.
સમાધાન– ધરણેન્દ્ર પ્રભુના મસ્તક પર સાત ફણા વડે છત્ર કર્યું હતું, આ પ્રસંગની સ્મૃતિ હૃદયમાં થાય માટે પ્રતિમામાં પ્રભુના મસ્તક પર ફણા રાખવામાં આવે છે.
શંકા— ૨૨૩. પાર્શ્વનાથ ભગવાનને મેઘમાળીએ કરેલા ઉપસર્ગનું નિવારણ કરવા માટે ધરણેન્દ્ર ભગવાનના મસ્તક ઉપર સાત ફણા રાખી હતી, તેથી તે પ્રસંગની સ્મૃતિ માટે પ્રભુપ્રતિમાની ઉપર સાત જ ફણા રાખવી જોઇએ, તેના બદલે ૩, ૫, ૭, ૯, ૧૦૮, ૧૦૦૮ આમ અલગ શા માટે રાખવામાં આવે છે અને આમ અલગ-અલગ રાખવાનું ક્યારથી શરૂ થયું ? બીજું સકલતીર્થ સૂત્ર સવારના પ્રતિક્રમણમાં ઉમેરવામાં આવ્યું તે કયા સુવિહિત ગીતાર્થની આચરણાથી ઉમેરાયું છે તે જણાવશો ?
સમાધાન– આજે ઘણી આચરણાઓ એવી છે કે તેનું સર્વ પ્રથમ આચરણ કરનાર કોણ હતું અને ક્યારથી તેનો પ્રારંભ થયો તે જાણી શકાતું નથી. આચરણા ક્યારથી શરૂ થઇ કે કોણે કરી તે મહત્ત્વનું નથી, કિંતુ આચરણા શાસ્ત્રવિરુદ્ધ છે કે નહિ ? આચરણાથી રાગદ્વેષ-પ્રમાદ વગેરે દોષો પોષાય છે કે નહિ ? તે મહત્ત્વનું છે. આથી જે આચરણા શાસ્ત્રવિરુદ્ધ હોય, તે આચરણા પ્રમાણ ન ગણાય. આથી જ એક મહાપુરુષે લખ્યું છે કે “જે પ્રવૃત્તિ આગમથી અવિરુદ્ધ હોય, તે જ પ્રમાણ ગણાય.” તથા જેમાં રાગ-દ્વેષ-પ્રમાદ વગેરે દોષો પોષાય તેવી આચરણા પણ પ્રમાણ ન ગણાય. આમ આચરણા કોણે શરૂ કરી અને ક્યારથી શરૂ થઇ તેનું મહત્ત્વ નથી. આથી જ ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે “અજ્ઞાતમૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી, સૂરિ પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે. માટે પાર્શ્વપ્રભુની પ્રતિમામાં ત્રણ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org