________________
૭)
શંકા-સમાધાન
આપવામાં કોઈ બાધ જણાતો નથી. આમ કરવાથી દેવદ્રવ્યની રક્ષા થાય અને અનુકંપાદાનનો પણ લાભ મળે.
જો સંઘમાં આવી રીતે ફળ-નૈવેદ્ય લેનાર ૩૬૦ વ્યક્તિઓ તૈયાર થઇ જાય તો સુંદર થાય. અથવા કોઈ વ્યક્તિ ૧૦ તિથિ નોંધાવે, કોઈ પાંચ તિથિ નોંધાવે, એમ પણ ૩૬૦ તિથિઓ નોંધાઈ જાય, તો આ પ્રથા આવકાર્ય છે. પણ સાથે એ ખ્યાલમાં રાખવું કે એમાંથી થોડું પૂજારીને પણ આપવું ઉચિત ગણાય.
શંકા- ૧૮૨. દેરાસરમાં આવેલા બદામ-ફળ-શ્રીફળ વગેરે સામગ્રીના વેચાણથી ઉપજી શકે તેટલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરાવીને આ સામગ્રી વરઘોડામાં અનુકંપાદાન તરીકે અપાય ખરી? આ રીતે આપી શકાતી હોય તો બદામ-ચોખા આદિનો ઉપયોગ થઈ જાય, નહિ તો ઘણે ઠેકાણે વર્ષો સુધી બદામ ભેગી થતી હોય છે.
સમાધાન– દેરાસરમાં આવેલી બદામ વગેરે સામગ્રીના વેચાણથી ઉપજી શકે તેટલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરાવીને એ સામગ્રી વરઘોડામાં અનુકંપાદાન તરીકે આપવામાં કશો બાધ નથી, એટલું જ નહિ, આ પદ્ધતિ અપેક્ષાએ જરૂરી પણ ખરી. કારણ કે વર્તમાનમાં જૈનોમાં જીવદયામાં રકમનો ઠીક ઠીક ઉપયોગ થતો જોવામાં આવે છે, પણ અનુકંપા દાનમાં જોઇએ તેટલી રકમનો ઉપયોગ થતો નથી. અનુકંપાદાન વરઘોડામાં રાખવાના બદલે અનાથાશ્રમ, હોસ્પિટલ વગેરે સ્થળે કરવામાં આવે તો વધારે લાભ થાય. “અમારા મહાવીર ભગવાનના અમુક પ્રસંગના ઉપલક્ષમાં આ દાન કરવામાં આવે છે” એમ કહીને અનાથાશ્રમ કે હોસ્પિટલો વગેરેમાં કરવામાં આવે તો શાસનની ઘણી પ્રભાવના થાય.
અહીં પ્રશ્નકારે માત્ર વરઘોડામાં અનુકંપાદાન માટે પૂછ્યું છે. પણ મારું તો એમ કહેવું છે કે દરેક મંદિરમાં રોજની આવતી સામગ્રીની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરાવીને એ સામગ્રી અનુકંપાદાનમાં ઉપયોગ કરે તેવા ૩૬૦ નામો લઈને દરરોજ અનાથાશ્રમ વગેરે જુદા જુદા સ્થળે આનું દાન કરવામાં આવે તો જબ્બરદસ્ત શાસન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org