________________
શંકા-સમાધાન
૮૫ એજ રીતે સાધુજીવનમાં ઉત્સવો-મહોત્સવોની પણ પ્રધાનતા નથી. કિંતુ સંયમ-સ્વાધ્યાયની જ પ્રધાનતા છે. આથી જ એક સ્થળે લખ્યું છે કે- “મહિમા વિશેષને જોવાની પોતાની ઉત્કંઠતાથી સાધુ શાંતિસ્નાત્ર વગેરેમાં ન જાય” આ કથનનો ભાવાર્થ એ છે કે સાધુસાધ્વીજીઓને ખબર પડે કે અમુક ગામ-નગરમાં અમુક મહોત્સવ છે. તો ચાહીને મહોત્સવ જોવા માટે વિહાર કરીને ન જાય. શ્રાવકો આગ્રહભરી વિનંતી કરે અને વિશેષ લાભ જણાય તો જવું પડે એ જુદી વાત છે. બાકી પોતાની ઇચ્છાથી ન જાય.
આમ સાધુજીવનમાં સંયમ-સ્વાધ્યાયની મહત્તા હોવાથી સાધુઓ માટે ચોમાસા પૂર્વે કે ચોમાસામાં યાત્રા થાય કે ન થાય એ પ્રશ્ન ઉપસ્થિત થવાને ઓછો અવકાશ રહે છે. જ્યારે શ્રાવકના જીવનમાં તીર્થયાત્રા-મહોત્સવ વગેરેની પ્રધાનતા હોવાથી શ્રાવક ચાતુર્માસમાં પણ શત્રુંજયની યાત્રા કરી શકે. હા. જે શ્રાવક ચાતુર્માસમાં બહાર ફરવાથી જીવોની ઘણી વિરાધના થાય એવા ભાવથી અને આરાધનાના લક્ષ્યથી બહાર ન જવાના નિયમવાળો હોય, તે ચાતુર્માસમાં શત્રુંજયની યાત્રા ન કરે. પણ જેને ચાતુર્માસમાં પણ બધે જ ફરવું છે તેના માટે ચોમાસામાં શત્રુંજયની યાત્રા ન કરાય એવો નિયમ ઠોકાડી ન બેસાય.
શંકા- ૨૧૪. અમુક મર્યાદિત રકમ ધર્મમાં વાપરવી એવો નિર્ણય કર્યા પછી મર્યાદિત રકમ ક્યાં વાપરવી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે આ પ્રમાણે- આ રકમ શત્રુંજય તીર્થમાં વાપરીએ તો તેનું અનંતગણું ફળ મળે. બીજી તરફ અમદાવાદની અમુક પોળમાં વસતિ ઘટી ગઈ હોવાથી મંદિરની આવક બહુ ઓછી છે. એથી દેરાસરમાં કેસર તદ્દન પાણી જેવું ઘસેલું હોય છે, એના દ્વારા પૂજા કરવાની ઈચ્છા ન થાય તેવું હોય છે. આવા સંયોગોમાં જ્યાં આવકનો તોટો રહેતો હોય, ત્યાં વાપરવાથી વધુ લાભ થાય કે શત્રુંજય ઉપર વાપરવાથી વધુ લાભ થાય ? આ વિષે સ્પષ્ટતા કરવા કૃપા કરશો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org