________________
શંકા-સમાધાન
૮૯
સાથે નિર્વાણ પામ્યા હતા. અષ્ટાપદ પર્વત ઉપર જે સ્થળે શ્રી આદિનાથ પ્રભુનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તેની નજીકની ભૂમિ ઉપર વિશાળ જિનમંદિર ભરત ચક્રીએ બંધાવ્યું. તે જિનમંદિરમાં શ્રી આદિનાથ તીર્થંકરથી આરંભી શ્રી મહાવીર સ્વામી સુધીના ચોવીસ જિનેશ્વરોની રત્નમય મૂર્તિઓ બિરાજમાન કરી. તે મૂર્તિઓ તે તે પ્રભુના શરીર જેટલી ઊંચી અને તે તે પ્રભુના શરીરના જેવી વર્ણવાળી હતી. દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તરમાં દશ અને પૂર્વમાં બે, એમ ચાર દિશાઓમાં ૨૪ પ્રતિમાઓ સ્થાપન કરી હતી તથા તેમાં ભરત ચક્રીએ પોતાના નવાણું ભાઈઓની રત્નમય પ્રતિમાઓ સ્થાપીને પ્રભુની સેવા કરતી એવી એક પોતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. જિનમંદિરની બહાર ભગવાનનો એક સૂપ (પગલાની દેરી) કરાવ્યો. તેની પાસે પોતાના નવાણું ભાઇઓના પણ સૂપ કરાવ્યા.
આ મંદિરની અને સ્તૂપોની રક્ષા માટે ભરત ચક્રીએ લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે સ્થળે ઊભા રાખ્યા હતા. પછી ચક્રવર્તીએ દંડવત્ન વડે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરળ અને ઊંચા સ્તંભની જેમ એ પર્વત લોકોથી ન ચઢી શકાય તેવો થઈ ગયો. પછી તેમણે એ પર્વતની ફરતા એક એક યોજનને આંતરે આઠ પગથિયાં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું અષ્ટાપદ એવું નામ પડ્યું. લોકોમાં તે પર્વત હરાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યો.
આ અષ્ટાપદ તીર્થનો એવો મહિમા છે કે જે જીવ સ્વલબ્ધિથી તેની યાત્રા કરે તે જીવ નિયમા તે જ ભવમાં મોક્ષે જાય. એ પર્વત ઉપર ક્રોડો જીવો મોક્ષમાં ગયા છે. અષ્ટાપદ તીર્થ ઉપર ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરતાં કરતાં રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. સ્વલબ્ધિથી આ તીર્થની યાત્રા કરવા માટે ગયેલા શ્રી ગૌતમસ્વામીજીએ આ પર્વત પર સાધના કરતા ૧૫૦૦ તાપસોને દીક્ષા આપતા એ બધાને કેવળજ્ઞાન થયેલ. દમયંતીએ પૂર્વભવમાં તીર્થમાં બિરાજમાન ૨૪ જિનેશ્વરોના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org