________________
૯૦
શંકા-સમાધાન ભાલે રત્નમય તિલક લગાડ્યાં હતાં. આથી આ ભવમાં તેને કપાળે અંધારામાં પ્રકાશ કરે તેવા તિલકની પ્રાપ્તિ થઈ હતી. આ તીર્થની રક્ષા માટે સગરચક્રીના ૬૦ હજાર પુત્રોએ પોતાના પ્રાણોનો ભોગ આપ્યો હતો. વર્તમાનમાં આ પર્વત અગમ્ય કારણોથી અદશ્ય છે.
શંકા- ૨૧૮. જે અષ્ટાપદની યાત્રા કરે તે ચરમશરીરી હોય એમ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું હતું. તો પ્રશ્ન થાય કે રાવણે અષ્ટાપદની યાત્રા કરી હતી, તો રાવણ કેમ મોક્ષમાં ન ગયા ?
સમાધાન- જે સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે તે ચરમશરીરી હોય. રાવણે સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરી ન હતી, કિંતુ વિદ્યાધર હોવાના કારણે વિદ્યાબળથી કરી હતી.
શંકા- ૨ ૧૯. પોષ વદ ૧૩ના રોજ સૂર્યોદયનું દર્શન શ્રી શત્રુંજય તીર્થાધિરાજ પરથી કરવાથી અષ્ટાપદ તીર્થના દર્શન થાય છે, તે વાત સાચી હશે? તેમજ દર સુદ બીજે ચંદ્રના દર્શન કરવાથી શાશ્વતા જિનાલયોના દર્શન થાય છે, એ વાત પણ સાચી હશે ?
સમાધાન– અનેક શાસ્ત્રોનું તથા લગભગ પીસ્તાલીસ આગમનું વાંચન કરવા છતાં આવી વાતો મારા વાચવામાં આવી નથી. એવો મને ખ્યાલ છે. માટે આ વાતો સાચી કઈ રીતે માની શકાય ? સુદ બીજે ચંદ્રદર્શન કરવાથી મળતાં ફળની વાત સ્તુતિઓમાં ગુંથવામાં આવી છે.
તીર્થકર સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૨૦. વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થકર શ્રી શંખેશ્વર ભગવાન કે જેમની પ્રતિમા વર્તમાનમાં ભારત દેશના ગુજરાત રાજયના શંખેશ્વર ગામના જિનમંદિરમાં વિદ્યમાન છે, તે પ્રતિમા કોણે, ક્યારે અને ક્યાં ભરાવી? તથા વર્તમાનમાં શંખેશ્વર ગામમાં ક્યારથી સ્થાપિત (પ્રતિષ્ઠિત) છે ? શાસ્ત્રાધારે સમાધાન કરવાની કૃપા કરશો.
સમાધાન- અષાઢી નામના શ્રાવકે ગત ચોવીસીના નવમા તીર્થકર શ્રી દામોદર જિન પાસે સાંભળ્યું કે, તમે આવતી ચોવીસીમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org