________________
શંકા-સમાધાન
હા, ટ્રસ્ટીઓની-કાર્યકર્તાઓની એ ફરજ છે કે શ્રાવકોએ આપેલા સાધારણ દ્રવ્યને ગમે તેમ ન વાપરી નાખવું જોઇએ. બિનજરૂરી પગારદાર માણસો રાખવા, નિરર્થક લાઈટો ચાલુ રાખવી, ઈત્યાદિ રીતે બિનજરૂરી વ્યય ન કરવો જોઈએ. કોઈપણ કામ કરાવવું હોય, તો કસીને જેમ બને તેમ ઓછા પૈસાથી થાય તેમ કરવું જોઇએ. જે કામ ૨૫ હજારથી થઈ શકે તેમ હોય તે કામ તપાસ-ચકાસણી કર્યા વિના ૩૫ હજારમાં કરાવવાથી સાધારણ ખાતાનો દુરુપયોગ થાય. આવી રીતે સાધારણ ખાતાનો દુરુપયોગ ન થાય તેની ટ્રસ્ટીઓએ-કાર્યકર્તાઓએ કાળજી રાખવી જોઇએ. એ જ પ્રમાણે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય વગેરેનો પણ નિરર્થક વ્યય ન થઈ જાય તેની પૂરી કાળજી રાખવી જોઇએ.
શંકા- ૨૧૫. તીર્થંકર પરમાત્માના સમવસરણમાં અશોકવૃક્ષની છાયા હોય છે. શત્રુંજય તીર્થ ઉપર જે સમવસરણો થયા છે તેમાં રાયણવૃક્ષની છાયા કહેલ છે. આનું શું કારણ ?
સમાધાન શત્રુંજય તીર્થ ઉપર થયેલા સમવસરણોમાં અશોકવૃક્ષની છાયા હતી પણ આદિનાથ પ્રભુ રાયણવૃક્ષની નીચે સ્થિરતા કરતા હતા. ઋષભદેવ પ્રભુએ પૂર્વનવાણુવાર આ તીર્થની સ્પર્શના રૂપ યાત્રા કરી ત્યારે દરેક વખતે રાયણવૃક્ષની નીચે સ્થિરતા કરી હતી તથા કેવલજ્ઞાન પામ્યા પછી જ્યારે શત્રુંજય ઉપર પધાર્યા ત્યારે પણ પ્રભુએ રાયણવૃક્ષની નીચે રાત્રિ પસાર કરી હતી. સવારે દેવોએ જે સમવસરણ રચ્યું તે રાયણવૃક્ષની નીચે રચ્યું હતું. પણ તેમાં અશોકવૃક્ષ તો હતું જ. આથી છાયા અશોકવૃક્ષની હતી. ભગવાન રાયણવૃક્ષની નીચે સમવસર્યા એનો અર્થ એ છે કે ભગવાને રાયણવૃક્ષની નીચે સ્થિરતા કરી. અહીં સમવસર્યા એટલે પધાર્યા કે સ્થિરતા કરી એવો અર્થ થાય.
શંકા- ૨૧૬. સમેતશિખર વગેરેની સ્પેશિયલ ટ્રેનમાં ડોનેશન આપ્યું હોય અને તેમાં અમુક લોકો રાત્રિભોજન કરે, અભક્ષ્યભક્ષણ કરે તો ડોનેશન આપનારને દોષ લાગે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org