________________
શંકા-સમાધાન
સમાધાન– ભગવાનની આજ્ઞા મુજબ ધનનો વ્યય કરવાથી વધારે લાભ થાય. ભગવાનની એવી આશા છે કે “વિવેકી પુરુષે મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી (કયા ધર્મસ્થાનમાં જરૂર છે એમ) ધર્મસ્થાન બરાબર જોઇને તે સ્થળે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય, તેમાં સહાય આપવામાં બહુ લાભ દેખાય છે.” આ આજ્ઞાના આધારે શત્રુંજય ઉપર વાપરવા કરતા પણ જ્યાં આવકનો તોટો હોય ત્યાં વાપરવાથી વધુ લાભ થાય.
આજે ઘણા સ્થાનોમાં સાધારણ ખાતામાં તોટો રહેતો હોય છે. પણ જો બધા શ્રાવકો ઉપર મુજબની આજ્ઞા પ્રમાણે ધનનો ઉપયોગ કરે તો સાધારણ ખાતામાં તોટો ન રહે. એવા પણ શ્રાવકો હોય છે કે પર્યુષણમાં સ્વપ્રની બોલીમાં સેંકડો-હજારો મણ ઘી બોલશે પણ તેને કહેવામાં આવે કે તમે સ્વપ્રની સુંદર બોલી બોલ્યા તે સારું કર્યું છે, પણ હવે સ્વપ્રની બોલીના પ્રમાણમાં ઓછું વત્તું પણ સાધારણ ખાતામાં રકમ લખાવો, તો તે ના કહે અથવા શક્તિ પ્રમાણે ન લખાવે. આ અજ્ઞાનતા છે. ખરી વાત એ છે કે ધર્મસ્થાનો ઉપર “મારું મંદિર, મારો ઉપાશ્રય' આવો મમત્વભાવ આવ્યો નથી. જો ધર્મસ્થાનો ઉપર દિલનો મમત્વભાવ આવે, તો પહેલાં જે ક્ષેત્રમાં તોટો હોય તેમાં લખાવીને પછી બીજા સ્થળે ખર્ચે. દરેક શ્રાવકની એ ફરજ છે કે પોતે જે સ્થાનમાં (જે મંદિરમાં અને જે ઉપાશ્રયમાં) આરાધના કરતા હોય તે સ્થાનમાં જ્યાં તોટો હોય ત્યાં પહેલાં પોતાની શક્તિ પ્રમાણે રકમ લખાવીને પછી બીજા ક્ષેત્રમાં ખર્ચવું.
આજે મોટા ભાગના શ્રાવકોમાં અજ્ઞાનતા છે કે સાધારણ ખાતામાં ખર્ચવાથી સાધારણ=સામાન્ય લાભ થાય, વિશેષ લાભ ન થાય. અપેક્ષાએ સાધારણ ખાતામાં ખર્ચવાથી વિશેષ લાભ થાય. કારણ કે સાધારણ ખાતાનું ધન બધા જ ખાતામાં વાપરી શકાય, જિનભક્તિમાં, સાધુ વેયાવચ્ચમાં, આયંબિલ ખાતામાં ઇત્યાદિ બધા ખાતામાં વાપરી શકાય.
Jain Educationa International
૮૬
For Personal and Private Use Only
www.jainelibrary.org