________________
શંકા-સમાધાન
૮૩
પર્વત બળે છે એમ બોલાય છે. તેથી શત્રુંજય બીજાઓને તરવાનો આધાર હોવાથી શત્રુંજયને તરણ(તરનાર) કહેવાય છે.
શંકા- ૨૧૨. ચાતુર્માસમાં અધિક ફરવાથી અધિક હિંસા થતી હોવાથી શાસ્ત્રમાં ચાતુર્માસમાં ગામતરે જવાનો નિષેધ કર્યો છે. જેઓ આ નિષેધનો અમલ ન કરતા હોય તેઓ બહારગામ જાય ત્યારે રસ્તામાં તીર્થસ્થાન હોય તો યાત્રા કરી લે તે બરોબર છે પણ ચાહીને તીર્થયાત્રા કરવા માટે નીકળવું ઠીક ગણાય ?
સમાધાન– આ શાસનમાં અમુક કરવું જ એમ એકાંતે અનુજ્ઞા નથી, અમુક ન જ કરવું એમ એકાંતે નિષેધ પણ નથી. તો પછી શી આજ્ઞા છે? એના જવાબમાં કહ્યું કે જેવી રીતે ધનલાભનો અર્થી વણિક લાભહાનિને વિચારીને લાભ થાય તેવી પ્રવૃત્તિ કરે. તેમ સાધક લાભહાનિને વિચારીને પરિણામે જેનાથી લાભ થાય તેવી પ્રવૃત્તિ કરે.
જે શ્રાવકો ચાતુર્માસમાં પણ બહારગામ છૂટથી જતા આવતા હોય તેવા શ્રાવકોને ચાહીને તીર્થયાત્રા માટે જવાનો નિષેધ કરવામાં આવે તો ઘણું નુકસાન થાય. કારણ કે તે શ્રાવકો ચાતુર્માસમાં પણ પોતાની સગવડ પ્રમાણે બહાર ફરવા માટે જવાના. તીર્થયાત્રાનો નિષેધ હોય એથી જ્યાં રાગ વગેરેનું અધિક પોષણ થાય તેવા સ્થાનોમાં જાય. પણ તીર્થયાત્રાનો નિષેધ ન હોય તો તીથોમાં જાય. તેના કારણે યોગ્ય જીવોને ઘણો લાભ થાય. જવાની તૈયારી કરે, ઘરેથી નીકળે, વાહનમાં બેસે વગેરે સમયે મનમાં અમે તીર્થયાત્રા માટે જઈએ છીએ એવો ભાવ હોય. આવા ભાવથી પણ ઘણો લાભ થાય. અલબત્ત, ક્યારેક કેટલાક જીવો તીર્થમાં ન કરવા જેવું કરીને પાપ બાંધે એવું પણ બને. પણ આવા જીવો બહુ થોડા હોય. ઘણા જીવોને તીર્થ સ્થળમાં જિનપૂજા આદિથી લાભ થાય.
શંકા- ૨૧૩. જો ચાતુર્માસમાં શત્રુંજયની યાત્રા કરી શકાય તો પૂજય સાધુ-સાધ્વીજીઓથી ચાતુર્માસમાં યાત્રા કરી શકાય કે નહિ?
સમાધાન- સાધુ-સાધ્વીજીના જીવનમાં તીર્થયાત્રાનું એટલું મહત્ત્વ નથી કે જેટલું મહત્ત્વ સંયમયાત્રાનું છે. સાધુ-સાધ્વીજીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org