________________
૮૨
શંકા-સમાધાન જિનેશ્વરોમાં વૃષભ સમાન શ્રી વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર પુરુષને કે સ્ત્રીને સંસારરૂપ સાગરથી તારે છે. શ્રી વર્ધમાન સ્વામીને કરાયેલા એક પણ નમસ્કારનો આટલો બધો પ્રભાવ હોવાથી કેવળ શ્રી વર્ધમાન સ્વામીને એક નમસ્કાર કરી લેવો, બીજું કંઈ કરવાની જરૂર નહિ ને ? માટે કોઈ પણ કથનના પરમાર્થને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં શત્રુંજય તીર્થની યાત્રાથી સો તીર્થની યાત્રાનું ફળ મળે છે, એ કથન શત્રુંજયનો બીજા તીર્થોથી ઘણો અધિક મહિમા છે એ જણાવવા માટે છે, પણ બીજા તીર્થોની યાત્રાનો નિષેધ કરવા માટે નથી.
શત્રુંજય તીર્થની યાત્રાથી લાભ તો જ મળે કે જો તીર્થંકરની આજ્ઞાપૂર્વક યાત્રા કરવામાં આવે. તીર્થકરની આજ્ઞા કેવળ શત્રુંજય તીર્થની જ યાત્રા કરવી અને બીજા તીર્થોની યાત્રા ન કરવી એવી નથી. તીર્થકરની આજ્ઞા તો એ છે કે સઘળા તીથની યાત્રા કરવી, પણ શત્રુંજય તીર્થની યાત્રા વિશેષરૂપે કરવી.
શંકા- ૨૧૧. “એ તરણતારણ તીર્થ જાણીએ, ગિરિમહિમા અપરંપાર.” અહીં તરણ એટલે પોતે તરે અને તારણ એટલે બીજાને પણ તારે. નાવડી બીજાને તારે, એમ શત્રુંજયનું આલંબન લઈ બીજાઓ તરે. જે ભવ્યાત્માઓ તર્યા એમનું સ્થાન મોક્ષમાં છે. તેઓ હવે સંસારમાં નથી. પણ શત્રુંજયનું સ્થાન વર્તમાનમાં આ લોકમાં છે તેથી એ તર્યો નથી. તો તેને તરણ(=રનાર) કેમ કહેવાય ?
સમાધાન- અહીં શત્રુંજય માટે તરણ શબ્દનો પ્રયોગ ઉપચાર ભાષામાં સમજવો. જેમ કે આપણે બોલીએ છીએ કે આ રસ્તો અમદાવાદ જાય છે. તો શું રસ્તો જાય છે ?=ગતિ કરે છે? નહિ. છતાં ઉપચારથી તેમ બોલાય છે. તેવી રીતે શત્રુંજયને કંઈ તરવાનું નથી. પણ તે બીજા જીવોને તારે છે માટે તેને ઉપચારથી તરણ(eતરનાર) કહેવાય. તેવી રીતે આપણે બોલીએ છીએ કે પર્વત બળે છે. શું પર્વત બળે છે ? નહિ. પર્વત ઉપર રહેલું ઘાસ બળે છે. છતાં બળી રહેલા ઘાસનો પર્વત આધાર હોવાથી ઉપચારથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org