________________
શંકા-સમાધાન
૮૧
આનાથી મુખ્ય શત્રુંજયનું મહત્ત્વ ઘટાડી નાખ્યું. આનાથી તો એવું પણ બને કે ત્યાં જાવ કે અહીં જાવ બંને સ્થળે સરખું જ પુણ્ય મળે છે એમ વિચારીને પ્રમાદી જીવો ત્યાં (મુખ્ય શત્રુંજયમાં) જવાનું ટાળીને કેવળ આવા મીની શત્રુંજયમાં જ જતા થઇ જાય.
શંકા ૨૦૯. શ્રી શત્રુંજયની તળેટી અને તેની ઉપરનો ભાગ પવિત્ર મનાય છે. તેથી તળેટીમાં કે તળેટીથી ઉપરના ભાગમાં ભવ્યાત્માઓ લઘુશંકા કે વડીનીતિ કરતા નથી. નવાણુયાત્રા વખતે ડુંગર પૂજનના દિવસે ખુશાલ ભવનની બાજુની ગલીથી તળેટી ગણી ત્યાંથી ડુંગર પૂજન શરૂ થાય છે. વર્તમાન ખુશાલ ભવનથી છેક તળેટી સુધી ધર્મશાળાઓનું નિર્માણ થયું છે તથા તેમાં સંડાસોબાથરૂમો છે. તો તેમાં ઉતરનારા એ પવિત્રતાનો ભંગ નથી કરતા શું ? એમને દોષ લાગતો નથી શું ?
સમાધાન— જે વખતે જે સ્થાન તળેટી તરીકે પ્રસિદ્ધ હોય તે સ્થાનથી શત્રુંજયની ગણના કરાય અને તે સ્થાનથી આશાતનાનો ત્યાગ કરવાનું શક્ય બને, જો ભૂતકાળની તળેટીનો વિચાર કરવામાં આવે તો ભૂતકાળમાં શત્રુંજયની તળેટી વલ્લભીપુર હતી અને એનાથી પણ દૂરના ભૂતકાળોમાં વડનગર તળેટી હતી. એટલે ભૂતકાળની તળેટીથી આશાતના ટાળવાનું કોઇ પણ રીતે શક્ય ન બને. નવાણુ યાત્રા વખતે ડુંગ૨ પૂજનના દિવસે જ્યાં સર્વપ્રથમ ડુંગર પૂજન થાય છે તે નજીકના ભૂતકાળની તળેટીની સ્મૃતિ માટે થાય છે અને તે યોગ્ય છે.
શંકા ૨૧૦. “જે સઘળા તીરથ કહ્યાં, યાત્રા ફળ કહીએ, તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. એક તીર્થની યાત્રા કરવાથી જો સો તીર્થોની યાત્રા કર્યાનું ફળ મળતું હોય તો લાભાલાભની દિષ્ટએ એ જ તીર્થની યાત્રા કરવી ઉત્તમ ને ?
સમાધાન– અહીં પ્રશ્નકારને પૂછી શકાય કે, શાસ્ત્રમાં આવે છે કે– इक्को वि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारीं वा ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org