________________
શંકા-સમાધાન
પરમાત્માની પૂજા માટે લાઇનમાં ઊભા રહેવામાં કર્મનિર્જરા છે. ઘુસણખોરી કરનારાઓ તો ગમે ત્યારે ઘુસણખોરી કરતા હોય છે.
શંકા– ૧૯૭. ફાગણ સુદ ૧૩ના દિવસે શત્રુંજયની છ ગાઉની જાત્રા કરવાથી કેટલી કર્મનિર્જરા થાય અને કેટલો પુણ્યબંધ થાય?
સમાધાન– પુણ્યબંધ અને કર્મનિર્જરાનું મુખ્ય કારણ આત્માના શુભ પરિણામ છે, એટલે જેટલા અંશે શુભ પરિણામ વધારે એટલા અંશે કર્મનિર્જરા અને પુણ્યબંધ વધારે થાય. બે મહાનુભાવ શત્રુંજયની ૬ ગાઉની યાત્રા કરે, તે બંને એકસરખી નિર્જરા અને એક સરખો પુણ્યબંધ થાય, એવો નિયમ નથી. જેનો શુભ પરિણામ તીવ્ર હોય, એને કર્મનિર્જરા અને પુણ્યનો બંધ વધારે થાય. જેનો શુભ પરિણામ મંદ હોય તેને કર્મનિર્જરા અને પુણ્ય બંધ ઓછો થાય. આવો નિયમ જિનપૂજા-ગુરુવંદન-પૌષધ વગેરેમાં પણ સમજી લેવો. બાહ્યતા અને બાહ્ય અનુષ્ઠાન વગેરે આત્મામાં શુભ પરિણામ ઉત્પન્ન થવામાં નિમિત્તરૂપ બને છે.
શંકા- ૧૯૮. છ ગાઉની યાત્રા કેવી રીતે ગણવી ? મૂળનાયક યુગાદિ પરમાત્માના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરે અને ડુંગરને પ્રદક્ષિણા કરી પુનઃ મૂળનાયક દાદાના દરબારમાં ચઢી (ઘેટી પાળે થઈ) દર્શન કરે, ત્યારે જ છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ ગણાય કે ઉપરથી દર્શન કરી ડુંગરને પ્રદક્ષિણા કરી ઘેટી ઉતરે એટલે છ ગાઉની યાત્રા કરી ગણાય ? શાસ્ત્રીય વિધિ શું છે ?
સમાધાન– દાદાના દર્શન કરી ડુંગરને પ્રદક્ષિણા કરી ઘેટી ઉતરે એટલે છ ગાઉની યાત્રા કરી ગણાય છે.
શંકા– ૧૯૯. શત્રુંજય તીર્થ પર મૂળનાયકની પૂજા માટે મોટી લાઈન હોય છે, તો અન્ય ટૂંકમાં પૂજા કરવાથી ન ચાલી શકે ? મોટી ટૂંકમાં પૂજા કરવામાં આવે તો જ યાત્રા કરી ગણાય ?
સમાધાન– અન્ય ટૂંકોમાં પૂજા કરવામાં આવે તો પણ યાત્રા કરી ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org